ઉત્તર પ્રદેશના લખનઉમાં એક યુવકની તેની મહિલા મિત્રએ અશ્લિલ તસવીરો બનાવી તેના બદલામાં 10 લાખ રૂપિયાની માંગણી કરતી ઘટના બની હતી. યુવકે યુવતીને 10 લાખ રૂપિયા ના આપતા તેણે આ અશ્લિલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી. જેના કારણે યુવકને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. એટલું જ નહી યુવકના લગ્ન પણ તૂટી ગયા હતા.  પીડિત યુવકે આ મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.


વાસ્તવમાં પ્રયાગરાજનો રહેવાસી યુવક સરોજિની નગર ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત ઓટોફોર્મમાં કામ કરતો હતો. દરમિયાન તે લખનઉના આઝાદ નગરમાં એક રૂમ ભાડે રાખી રહેતો હતો. જ્યાં ઉન્નાવના બિઘાપુરની રહેવાસી હેમા નામની યુવતી પહેલાથી જ રહેતી હતી. એક જ ઘરમાં રહેતા યુવક અને યુવતી વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઇ હતી.


દરમિયાન આરોપી હેમાએ યુવકની અશ્લિલ તસવીરો પોતાના મોબાઈલમાં સેવ કરી હતી. ત્યારપછી તે આ તસવીરો વાયરલ કરવાની ધમકી આપવા લાગી હતી. જો કે યુવકે હેમાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે માની નહોતી અને 10 લાખ રૂપિયાની માંગણી કરવા લાગી હતી. બાદમાં યુવકે 10 લાખ રૂપિયા ના આપતા આરોપી હેમાએ યુવકના નામે અનેક ફેક ફેસબુક આઈડી બનાવી અને યુવકના અનેક મિત્રો અને સંબંધીઓને રિક્વેસ્ટ મોકલીને અશ્લીલ તસવીરો અને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું હતું.


યુવકનો આરોપ છે કે તેની ઈમેજ બગડી છે તેના કારણે તેણે નોકરી ગુમાવી પડી છે. જે યુવતી સાથે તેના લગ્ન થયા હતા તેણે લગ્ન તોડી નાખ્યા હતા. યુવકે સાયબર સેલમાં જઈને પોતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


DCP સેન્ટ્રલ ઝોન અપર્ણા રજત કૌશિકના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલે યુવક તરફથી ફરિયાદ દાખલ કરાઇ છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial