છત્તીસગઢના સૂરજપુરમાં નશામાં ધૂત યુવકે તેની પત્નીની કુહાડી મારી હત્યા કરી નાખી હતી. આરોપીએ પત્નીના ગળા પર કુહાડીથી એક પછી એક ત્રણ ઘા માર્યા હતા. જેના કારણે મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને તેણીનું મૃત્યુ થયું હતું. દરમિયાન વચ્ચે બચાવવા આવેલા ભાઈને પણ યુવકને માર મારી ઈજા પહોંચાડી હતી.


પત્નીની હત્યા કર્યા બાદ પતિ ઘરેથી ભાગી ગયો હતો. જોકે, પોલીસે આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. આ ઘટના સોમવારે રાત્રે જયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કારવાણ ગામમાં બની હતી. 42 વર્ષીય પ્રાણસાય રાજવાડે સોમવારે રાત્રે નશામાં ધૂત થઈને ઘરે પહોંચ્યો હતો.


ઘરમાં તેની 28 વર્ષીય પત્ની લાલોબાઈ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. પ્રાણસાયની માતા પ્રેમકુમારીએ તેમનો ઝઘડો સાંભળ્યો હતો અને બંને વચ્ચેના ઝઘડાને શાંત પાડ્યો. આ પછી પ્રાણસાયસ જમ્યા બાદ પોતાના રૂમમાં ગયો હતો. થોડી વાર પછી પરિવારે લાલોબાઈની ચીસો સાંભળી હતી. માતા પ્રેમાકુમારી અને પ્રાણસાયનો નાનો ભાઈ અર્જુન રૂમમાં પહોંચ્યા હતા.


જ્યારે માતા અને ભાઈ રૂમમાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે પ્રાણસાય તેની પત્ની પર કુહાડીથી હુમલો કરી રહ્યો હતો. તેણે તેની પત્નીના ગળા પર કુહાડીથી ત્રણ ઘા માર્યા હતા. જેના કારણે માથું ધડથી અલગ થઈ ગયું હતું અને પત્ની લાલોબાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ભાઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રાણસાયે તેના પર હુમલો કર્યો અને તેને ઈજા પહોંચાડી ઘરમાંથી ભાગી ગયો હતો.


પોલીસે આરોપી પતિની ધરપકડ કરી


પરિવારજનોની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિવારે પોલીસને આખી વાત જણાવી. મંગળવારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે જ્યારે પત્ની રૂમમાં આવી ત્યારે તેણે સેક્સ કરવાની ના પાડી દીધી. આ પછી મેં ગુસ્સે થઈને તેને મારી નાખી હતી. પોલીસનું કહેવું છે કે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.


CRIME NEWS: વડોદરામાં 51 વર્ષના આધેડે 15 વર્ષની દિવ્યાંગ કિશોરીને બનાવી હવસનો શિકાર


CRIME NEWS: વડોદરાના પાદરા તાલુકામાં એક આધેડે હેવાનિયતની હદ પારી કરી છે. 15 વર્ષીય કિશોરી પર આધેડે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. માનસિક દિવ્યાંગ કિશોરી પર આધેડે દુષ્કર્મ આચરતા લોકોએ આરોપી પર ફીટકાર વરસાવી છે. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 51 વર્ષીય આધેડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આસારામ સામે દુષ્કર્મ કેસમાં કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો ? 


આસારામ સામે દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો છે.  વીડિયો કૉન્ફરન્સના માધ્મથી આસારામને કોર્ટમાં હાજર કરાયો હતો. ગાંધીનગર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે.   વર્ષ 2013ના દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત જાહેર.  આસારામ હાલમાં જોધપુર જેલમાં બંધ છે.


ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકરે કહ્યું હતું કે, આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું. આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે. 


મહત્વનું છે કે, બંને બહેનોમાંથી એક બહેને આસારામ પર જ્યારે બીજી બહેને નારાયણ સાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે. ઘટના બની ત્યારે આ બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી. જેલમાં બંધ આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી