પંચમહાલ : ગોધરાના કાંકણપુર ગામમાંથી નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે. નકલી નોટો છાપવાના કૌભાંડમાં સંડોવાયેલા કુલ 4 ઈસમો પૈકી 2ની ધરપકડ કરાઈ છે. કાંકણપુર ગામમાં એક મકાનમાં ભારતીય ચલણમાં ચાલતી રૂ. 500ના દરની નકલી નોટો છાપવાના કૌભાંડનો ગોધરા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. 


નકલી નોટો છાપી બજારમાં મૂકે તે પહેલાં જ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રૂ. 500ના દરની નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાયેલા લેપટોપ, પ્રિન્ટર, નકલી નોટ, છાપેલા કાગળો, બટર પેપર, કોરા કાગળો સહિત રૂ.60457 ના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરાઈ છે. સમગ્ર મામલે કાંકણપુર પોલીસ મથકે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


Ahmedabad : મહિલા હેડ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા, પતિ પણ પોલીસ 


અમદાવાદઃ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવના ડાભીએ આત્મહત્યા કરી લેતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ગૃહ કલેશના કારણે ભાવનાએ આત્મહત્યા કરી લીધી છે. ગઈ કાલે પતિ સાથે ઝઘડો થયો અને ત્યારબાદ ગળે ફાંસો ખાધો. પોલીસ પતિના કંકાસથી ત્રાસીને ગળે ફાંસો ખાધો છે. 
પરિવારમાં શોકનો માહોલ છે. 


ભાવનાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો છે. રાણીપમાં પોલીસ પતિ સાથે કંકાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. બંને પાંચ દિવસથી રજા ઉપર હતા અને ગુરુવારે જ નોકરી ઉપર હાજર થયા હતા. પોલીસને કોઈ ચિઠ્ઠી કે લખાણ મળ્યું નથી. રાણીપ જૂના સ્વામીનારાયણ વાસમાં રહેતા ભાવનાબહેન ભદ્રેશભાઈ ડાભી (ઉં.વ. 26) 2016માં કોન્સ્ટેબલ (એલઆરડી) તરીકે ભરતી થયાં હતાં.


હાલમાં તેઓ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતાં. દોઢ વર્ષ પહેલાં જ ભાવનાબહેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ વલ્લભભાઈ ડાભી સાથે થયા હતા.


Vadodara : લગ્નની પહેલી રાતથી જ પત્નીથી દૂર રહેતો, પછી એવો થયો ધડાકો કે પત્નીના પગ નીચેથી સરકી ગઈ જમીન



વડોદરાઃ શહેરની વિધવા યુવતીને મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કરવા ભારે પડી ગયા છે. યુવતીએ જેની સાથે લગ્ન કર્યા હતા તે ટ્રાન્સજેન્ડર નીકળતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.  યુવતીએ દિલ્હીના ટ્રાન્સજેન્ડર પતિ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી છે. સ્ત્રીમાંથી પુરુષ બની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કર્યા. પતિના મૃત્યુ પછી પુત્રીના ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા અને પતિ ટ્રાન્સજેન્ડર નીકળ્યો. મેટ્રિમોનિયલ સાઇટ ઉપર મહિલાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સાઇટ દ્વારા દિલ્હીના ડોક્ટર સાથે 2014માં લગ્ન કર્યા. આ સમયે કેન્દ્રીય મંત્રીનો સાવકો પુત્ર હોવાનું જણાવ્યું હતું. મહિલાએ સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિની વડોદરા પોલીસે દિલ્હી પહોંચી ધરપકડ કરી છે. આરોપીને આજે વડોદરા લાવવામાં આવશે.


આ અંગેની વિગતો એવી છે કે,  જૂના પાદરાની મહિલા યુવાવસ્થામાં જ વધવા થતાં પરિવારે પુત્રીના ભવિષ્ય માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બીજા લગ્ન માટે છ વર્ષ પહેલા તેણે મેટ્રિમોનિયલ સાઇટ પર રજિસ્ટ્રશન કરાવ્યું હતું. જ્યાં દિલ્લીના ડોક્ટર સાથે મુલાકાત થઈ હતી અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્નની પહેલી જ રાતથી પતિ પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો. તેમજ કાશ્મીર હનિમૂન માટે ગયા ત્યાં પણ તેનાથી દૂર ભાગતો હતો. 


પુત્રી સાથે દિલ્લી પતિને ત્યાં ગયા પછી પતિ સતત પૂજામાં વ્યસ્ત રહેતો હતો તેમજ શિબિરમાં જતો જેથી પત્નીથી દૂર રહી શકાય. આ અંગે પત્નીએ પૂછપરછ કરતાં તેણે પોતાને એલર્જી હોવાનું બહાનું આગળ ધર્યું હતું. પરણીતાનો આક્ષેપ છે કે, પતિએ તેને એકવાર કહ્યું હતું કે, તે અત્યારે શારીરિક સંબંધ રાખી શકે તેમ નથી કારણ કે તેની એક નાની સર્જરી કરાવાની છે. આ પછી પછી પતિએ કોલકત્તામાં ગર્ભાશય કઢાવી ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી હતી. 


દરમિયાન તેની દીકરીની સ્કૂલ શરૂ થતાં તે ફરી દિલ્લી ગઈ ત્યારે પતિએ ઓપરેશનની વાત કોઇને કહેશે તો શાંતિથી નહીં જીવવા દેવાની ધમકી આપી હતી. આ પછી પતિ તેની સાથે વિકૃત હરકતો કરવા લાગ્યો હતો. જોકે, પુત્રીને ડોક્ટર બનાવવાની ખાતરી આપી હોવાથી તે સહન કરતી હતી. આ દરમિયાન પરણીતાને ખબર પડી હતી કે, તેનો પતિ પહેલા સ્ત્રી હતો અને સર્જરી કરાવી પુરુષ બન્યો છે. આ અંગે જાણ થતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે પરણીતાએ પોલીસમાં પત્ની તેમજ તેની બે માતા અને બે સાવકીબેન સામે ફરિયાદ નોંધાવી છે.