Crime News: રાજધાની દિલ્હીમાંથી એક હચમચાવનાગી ઘટના સામે આવી છે. અહીં છોકરા-છોકરીના પ્રેમ લગ્નથી નારાજ યુવતીના પરિવારજનોએ છોકરાનું અપહરણ કર્યું હતું. મળતી માહિતી મુજબ છોકરીના પરિવારે છોકરાને ગંભીર રીતે ઘાયલ કરીને સાગરપુર વિસ્તારમાં ફેંકી દીધો હતો. પીડિતના પરિવારના જણાવ્યા અનુસાર, આરોપીઓએ છોકરાનું ગુપ્તાંગ કાપી નાખ્યું, ત્યારબાદ તેને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી આ ઘટનાની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરો રાજોરી ગાર્ડન વિસ્તારનો રહેવાસી છે અને છોકરી સાગરપુર વિસ્તારની રહેવાસી છે.
ભાગીને કર્યા હતા પ્રેમ લગ્ન
યુવક અને યુવતી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ઘરેથી ભાગી ગય હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બંનેએ દિલ્હીની બહાર લગ્ન કર્યા હતા અને બુધવારે જ દિલ્હી પરત ફર્યા હતા. છોકરાની પડોશમાં છોકરીના કેટલાક સંબંધીઓ રહેતા હતા. તેણે છોકરીના પરિવારજને આ વિશે જાણ કરી હતી. જે બાદ છોકરીના પરિવારે છોકરા અને છોકરીનું અપહરણ કર્યું અને તેને સાગરપુર વિસ્તારમાં લઈ ગયા અને તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું.
પોલીસ પર બેદરકારીનો આરોપ
યુવકના પરિવારનો આરોપ છે કે ગુરુવારે બંને મદદ માટે રાજોરી ગાર્ડન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમની મદદ કરી ન હતી. જે બાદ યુવતીના પરિવારજનોએ બંનેનું પોલીસ સ્ટેશનની બહારથી અપહરણ કર્યું હતું અને પછી આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે તેઓને હજુ સુધી એ વાતની જાણ નથી કે બંનેનું ક્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણકારી તેમને હોસ્પિટલમાંથી જ મળી હતી. પોલીસે અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.