ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક મહિલાની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મહિલા થોડા દિવસો પહેલા જ પતિને છોડીને પ્રેમી સાથે રહેવા ગઈ હતી. પરંતુ વિવાદ બાદ ફરી પતિ સાથે રહેવા આવી ગઈ હતી. મહિલા તેની પુત્રી સાથે શાકભાજી ખરીદવા ગઈ ત્યારે પ્રેમીએ ચપ્પુ વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ઘટના બાદ પ્રેમી ફરાર થઈ ગયો હતો. હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.


ક્યાં બની ઘટના


આ ઘટના ભંવરકુંઆ પોલીસ સ્ટેશનના પાલદા વિસ્તારની છે. વૈજંયતી ઉર્ફે સંગીતા નામની મહિલાની તેના પ્રેમીએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હતી. મહિલા તેના પતિ બબલૂ સાથે છેલ્લા પાંચ વર્ષથી ઈન્દોરમાં આરટીઓ રોડ પાછળ ઝુંપડપટ્ટીમાં રહીને મંજૂરી કરતી હતી. આ દરમિયાન મહિલાની સુપરવાઇઝર વિનોદ સાથે મિત્રતા થઈ હતી.


11 મહિના પહેલા પતિને છોડી પ્રેમી સાથે રહેવા ગઈ હતી


આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જે બાદ આશરે 11 મહિના પહેલા મહિલા તેના પતિને છોડીને પ્રેમી વિનોદ સાથે રહેવા લાગી હતી. થોડા દિવસો પહેલા બંને વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ મહિલા ફરી પતિ સાથે રહેવા આવી ગઈ હતી. રવિવારે રાતે મહિલા પાલદા બજારમાં શાકભાજી લેવા પોતાની પુત્રી સાથે ગઈ હતી.


રસ્તામાં પ્રેમી મળ્યો ને....


આ દરમિયાન રસ્તમાં તેનો પ્રેમી વિનોદ મળ્યો હતો. જ્યાં કોઈ વાતને લઈ માથાકૂટ થતાં તે ચપ્પા વડે તૂટી પડ્યો હતો અને તેને લોહી લુહાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસના કહેવા મુજબ પ્રેમી પર હત્યાનો આરોપ લગાવી તેની શોધોળ શરૂ કરવામાં આવી છે.


India Corona Cases: દેશમાં એક મહિના બાદ નોંધાયા 10 હજારથી વધુ દૈનિક કેસ, જાણો લેટેસ્ટ આંકડો


Omicron Cases India: ગુજરાતમાં ઓમિક્રોનના કેસ 100 નજીક, જાણો દેશમાં કયા રાજ્યમાં કેટલા છે કેસ