Crime News: ગુરુગ્રામના બહુચર્ચિત સનસનીખેજ દિવ્યા પાહુજા હત્યાકાંડમાં પોલીસ એક્શનમાં આવી છે. આ મામલે પોલીસે 3 લોકોની  ધરપકડ કરી છે.  ક્રાઈમ બ્રાંચે આરોપી અભિજીત, પ્રકાશ અને ઈંદ્રાજની ધરપકડ કરી મામલાની તપાસ શરૂ કરી છે. અભિજીત હોટલનો માલિક છે અને તેન પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રકાશ અને ઈંદ્રાજ હોટલમાં કામ કરતા હતા. તેમણે લાશ ઠેકાણે પાડવામાં મદદ કરી હતી.


  પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીઓ વાદળી રંગની BMWમાં હોટલમાંથી મોડલની ડેડ બોડી લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, મોડલ હરિયાણાના ગેંગસ્ટર સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ હતી. સંદીપ ગડોલીનું વર્ષ 2016માં ગુરુગ્રામ પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. ગુરુગ્રામ પોલીસના એન્કાઉન્ટર પર પણ સવાલો ઉભા થયા હતા. પોલીસે ગુરુગ્રામની તે હોટલ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે જ્યાં દિવ્યા પહુજાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે.


પોલીસે શું કહ્યું


ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક દિવ્યા પાહુજા ગુરુગ્રામના બલદેવ નગરની રહેવાસી હતી. મોડલ દિવ્યા પાહુજા માર્યા ગયેલા ગેંગસ્ટર સંદીપ ગડોલીની કથિત ગર્લફ્રેન્ડ હતી. ફેબ્રુઆરી 2016માં મુંબઈની એક હોટલમાં ગડોલીનો સામનો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યા પાહુજાની હત્યા ગુરુગ્રામના બસ સ્ટેન્ડ પાસે સ્થિત સિટી હોટલમાં ગઈકાલે રાત્રે થઈ હતી. પોલીસે આ કેસની તપાસ કરી ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. ગુરુગ્રામ DCP પશ્ચિમ ભૂપેન્દ્ર સિંહ સાંગવાને કહ્યું કે અમે મૃતક દિવ્યા પાહુજાની હત્યામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વધુ તપાસ ચાલુ છે. સંદીપ ગડોલીનું એન્કાઉન્ટર મુંબઈની એક હોટલમાં થયું હતું. તેથી તે કેસમાં દિવ્યા એકમાત્ર સાક્ષી હતી. એન્કાઉન્ટર કેસ વેગ પકડ્યા પછી, બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ગુરુગ્રામ પોલીસના પાંચ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમાં દિવ્યા અને તેની માતા સોનિયાનું નામ પણ હતું.



પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યાની હત્યાના મામલામાં ગુરુગ્રામમાં સિટી પોઈન્ટ હોટલના માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને દિવ્યાના પરિવાર પાસેથી માહિતી મળી હતી. પુત્રી અભિજીત જે સિટી પોઈન્ટ હોટલના માલિક છે તેની સાથે ગઈ છે. તેમનો મોબાઈલ સ્વીચ ઓફ છે અને તેમની પુત્રી પરત આવી નથી. આ પછી જ્યારે પોલીસ હોટલ પર પહોંચી અને ત્યાં તપાસ કરી. આ દરમિયાન સીસીટીવી જોતા જ ગુનો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. દિવ્યાના પરિવારે ગેંગસ્ટર સંદીપ ગડોલીની બહેન પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે.