Gandhinagar: પાટનગર ગાંધીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને પતિના પરરસ્ત્રી સાથેના આડાસંબંધની ખબર પડી ગઈ હતી. જે અંગે પતિને તેણે પૂછતાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નના 12 વર્ષ બાદ પતિ પરસ્ત્રીમાં મોહ્યો હતો. પતિનું અસલી ચરિત્ર સામે આવતાં જ તેણે પત્નીના દાગીના વેચી દીધા હતા અને મકાન માટે પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કરતો હતો. પતિનો સિતમ સહન ન થતાં પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
પ્રેમીને પામવા પતિનું કાસળ કાઢનારી પરીણિતાને કોર્ટે ફટકારી આવી સજા
કપડવંજ તાલુકામાં પ્રેમીને પામવા પરીણિતાએ પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું. પતિની હત્યાના મામલે કોર્ટે હત્યારી પત્નીને આજીવન કેદ અને અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પરિણિતાને લગ્ન પહેલાં જ આડા સંબંધો હતાં. જેથી લગ્ન બાદ તેને પતિ ગમતો નહતો. સાટામાં લગ્ન કર્યા હોવાથી છુટાછેડા થઈ શકે તેમ નહોતા. જેથી તેણે પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
લગ્ન પહેલાં અન્ય યુવક સાથે આડા સંબંધો હતા
કપડવંજ તાલુકાના સાલોડ ગામના ખેંગારભાઈ મહીજીભાઈ ભરવાડના લગ્ન કમુબેન સાથે સમાજના રીતિ રિવાજ મુજબ સાટામાં થયા હતા. જ્યારે ખેંગારભાઈની બેનના લગ્ન કમુબેનના ભાઈ સાથે થયા હતા. જોકે કમુબેનને લગ્ન પહેલાથી જ રાજદીપ બહાદુર મકવાણા નામના યુવક સાથે આડાસંબંધ હતા. પરંતુ સાટામાં લગ્ન કરેલ હોવાથી છુટાછેડા થઈ શકે તેમ નહોતા. કમુબેન પોતાના પતિ ખેંગારભાઈ સાથે છૂટકારો મેળવવા ઇચ્છતી હતી. જેથી તેણે પતિને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું.
લોખંડના સળિયાથી પતિના શરીર પર ઘા માર્યા
કમુબેને પડોશી ભોપાભાઈ મહીજીભાઈ ભરવાડના ઘ૨માંથી છુપી રીતે લોખંડનો સળિયો લઈ થેલીમાં મુકી દીધો હતો. બાદ ફાગવેલ દર્શન કરી પતિ ખેંગાર અને કમુબેન મોટર સાયકલ ઉપર પરત આવતા હતા. ત્યારે કમુબેને પ્લાન મુજબ પતિને શરીરસુખ માણવાની ઇચ્છા બતાવી નવામુવાડા તરફ જતા કાચા રોડ પરના ખેતરમાં લઈ ગઇ હતી. પતિને શરીરસુખ માણવાનું કહી આજુબાજુના ખેતરોમાં કોઈ માણસો છે કેમ તે જોવાના બહાને કમુબેને પોતાની પાસેનો થેલો લઈ ઉભી થઈ હતી. તે સાથે જમીન પર બેઠેલ પતિની નજર ચુકવી કમુબેને થેલામાંથી લોખંડનો સળિયો કાઢી પતિ ખેગારભાઈને માથા તેમજ શરીર પર ઘા મારી ક્રુર હત્યા કરી નાખી હતી.
કોર્ટે આજીવન કેદ અને 11 હજાર રૂપિયા દંડ ફટકાર્યો
કમુબેને કપડવંજ પોલીસમા લૂંટની ખોટી ફરિયાદ નોધવી હતી અને સાથે પતિ ખેંગારભાઇ ગુમ થયા હોવાની જાણવાજોગ નોધાવી હતી. બાદ પોલીસ તપાસમાં કમુબેનનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. કપડવંજ ગ્રામ્ય પોલીસે કમુબેન વિરૂદ્ધ ગુનો નોઘી તપાસનો ધમધમાટ શરૂ કરી ગુના સંબંધી જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્ર કરી કપડવંજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આજે આ કેસ કપડવંજની કોર્ટમાં ચાલી ગયો હતો અને આરોપી કમુબેન ખેંગારભાઈ ભરવાડે પતિની હત્યા સહીતના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કેદ અને રૂપિયા 11 હજાર દંડની સજા ફટકારી છે.