દાહોદઃ દેવગઢ બારીયા તાલુકામાં એક ગામમાં યુવતી પર દુષ્કર્મ કરી ચાકુથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 21 વર્ષની યુવતી રાત્રે કુદરતી હાજતે ઘર બહાર નીકળતા ગામના યુવકે દુષ્કર્મ ગુજાર્યો હતો. યુવતીને નજીકના ખેતરમાં લઈ જઈ યુવકે દુષ્કર્મ કર્યું હતું.
તું મને કેમ બોલાવતી નથી તેમ કહી યુવતીના ગાળાના ભાગે ઉપરા ઉપરી ચાકુના ઘા કર્યા હતા. યુવતી પર હુમલો કરીને આરોપી ફરાર થઈ ગયો છે. યુવતીને ગાળાના ભાગે ઇજાઓ થતા સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Bhuj : મતદાનના દિવસે જ સગીરની કુહાડીના ઘા મારીને કરાઈ હત્યા, જાણો શું થયો મોટો ધડાકો?
કચ્છઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, ત્યારે ભુજ તાલુકાના નોખાણીયા ગામે મતદાનના દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ભેંસ ચરાવવા ગયેલા 16 વર્ષના કિશોરની હત્યા કરી નાંખવામાં આવી હતી. ગામમાં રહેતા સગીરની એલસીબીએ અટકાયત કરી છે.
ભણવાની બાબતમાં થયેલી બોલાચાલીમાં કુહાડીના ઘા ઝીંકી કિશોરને પતાવી દેવાયો હતો. કિશોરની હત્યાના બનાવમાં સગીરની જ અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી છે.