Crime News: દેહરાદૂનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિ આડા સંબંધના કારણે પહેલા પત્નીનું મર્ડર કર્યું અને તેના 20 દિવસ બાદ પત્નીના પ્રેમીનું પણ કાસળ કાઢી નાંખ્યું હતું. આ વ્યક્તિએ તેની પ્રેમિકા સાથે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.


કેવી રીતે થયો ઘટનાનો પર્દાફાશ


પોલીસે જણાવ્યું, અરમાન નામનો વ્યક્તિ ગુમ થયો હોવાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી તે બાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે જ્યારે અરમાનની શોધખોળ શરૂ કરી ત્યારે એક શંકાસ્પદની પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. 3 ડિસેમ્બરે અરમાનના મામાએ ગુમ થયો હોવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.


આરોપીએ ગુનાની કબૂલાત કરી શું કહ્યું


તપાસ દરમિયાન પોલીસે મુશીર અલી નામના એક વ્યક્તિની શંકાના આધારે કડક પૂછપરછ કરી  અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપી મુશીરે જણાવ્યું કે, તેણે ન માત્ર અરમાનની હત્યા કરી છે પણ 20 દિવસ પહેલા તેની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. મુશીર અલીએ પોલીસને જણાવ્યું, તેની પત્નીને અરમાન સાથે આડાસંબંધ હતા. તેના કારણે પ્રેમિકા સાથે મળીને પત્ની હત્યા કર્યા બાદ તેની લાશને હરિદ્વારમાં એક સુમસામ જગ્યાએ ફેંકી દીધી હતી.


દેહરાદૂનના એસપી જન્મેજય ખંડૂરીએ જણાવ્યું, પત્નીની હત્યાનું રહસ્ય ન ખૂલે તે માટે આરોપીએ થોડા દિવસ બાદ જ પત્નીના પ્રેમીને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. અરમાનનો મૃતદેહ નેપાલી ફાર્મ તિરાહા રાયવાલા પાસેથી મળી આવ્યો છે, જ્યારે આરોપીની પત્નીની બોડી પણ મળી છે.


 


યુવતી લગ્ન પછી પ્રેમીને ના ભૂલી શકી, પ્રેમી સાથે ફરી બાંધ્યા શરીર સંબંધ, પતિ સંબંધમાં નડતર બનતાં ઘરેણાં વેચીને.........


 


 


યુવતી લગ્ન પછી પ્રેમીને ના ભૂલી શકી, પ્રેમી સાથે ફરી બાંધ્યા શરીર સંબંધ, પતિ સંબંધમાં નડતર બનતાં ઘરેણાં વેચીને.........