Delhi School Girl Acid Attack: રાજધાની દિલ્હીમાં એક છોકરાએ એક સ્કૂલની છોકરી પર એસિડ ફેંક્યું છે. આ ઘટના દિલ્હીના દ્વારકા મોડ વિસ્તારમાં સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. આ વિદ્યાર્થીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોપી છોકરો છોકરીને પહેલાથી જ ઓળખતો હતો. વિદ્યાર્થિની 12મા ધોરણમાં ભણે છે, જ્યારે તે સ્કૂલે જતી હતી ત્યારે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.


આ ઘટના અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે, દ્વારકા જિલ્લાના વિસ્તારમાં એક છોકરાએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંકવાની ઘટના બની છે. આ ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ બની હતી. વિદ્યાર્થીનીને સફદરજંગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે, દિલ્હી પોલીસના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.


પોલીસે શું કહ્યું


ઘટના સમયે યુવતી તેની નાની બહેન સાથે હતી. તેણીએ તેમના માટે જાણીતા બે વ્યક્તિઓ પર શંકા વ્યક્ત કરી છે. એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.  પીએસ મોહન ગાર્ડન વિસ્તારમાં એક યુવતી પર એસિડ ફેંકવાની ઘટના અંગે સવારે 9 વાગ્યાની આસપાસ પીસીઆર કોલ આવ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે 17 વર્ષની એક છોકરી પર સવારે 7:30 વાગ્યે બાઇક પર સવાર બે વ્યક્તિઓએ એસિડ જેવા પદાર્થનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો.


 દીકરીને ન્યાય મળશેઃ સ્વાતિ માલીવાલ


દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલીવાલે કહ્યું કે દ્વારકા જિલ્લામાં એક સ્કૂલની વિદ્યાર્થીની પર એસિડ ફેંકવામાં આવ્યો હતો. પીડિતાની મદદ માટે અમારી ટીમ હોસ્પિટલ પહોંચી રહી છે. દીકરીને ન્યાય મળશે. દિલ્હી મહિલા આયોગ દેશમાં એસિડ પર પ્રતિબંધ માટે વર્ષોથી લડત ચલાવી રહ્યું છે. સરકારો ક્યારે જાગશે?






PM મોદીએ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતનો શ્રેય કોને આપ્યો


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 156, કોંગ્રેસને 17, AAP ને 5 તથા અન્યને  4 સીટ મળી હતી. ગુજરાતમાં ભાજપને મળેલી આ ઐતિહાસિક જીત કેવી રીતે મળી તેની હાલ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકમાં ગુજરાતમાં ભાજપને મળેલી જીતને લઈ મોટી વાત કરી.


શું કહ્યું પીએમ મોદીએ


વડાપ્રધાને જણાવ્યું, ખરા અર્થમાં કોઈને જીતનો શ્રેય આપવો હોય તો ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આપવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના તે તમામ કાર્યકરોને આવકારવા જોઈએ જેમના અથાક પ્રયાસોથી સંગઠનમાં ઘણું કામ થયું છે. ગુજરાતમાં પાર્ટી વારંવાર સંગઠન શક્તિના કારણે જીતી રહી છે.


આ સાથે જ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને એક થવા અને G20ની તૈયારીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાની અપીલ પણ કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે પણ ભાજપ સંસદીય દળની બેઠકમાં અર્થવ્યવસ્થા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.