Delhi Crime: ભારતની રાજધાની દિલ્હીના બુરાડીમાંથી એક એવી ઘટના સામે આવી છે, જે ખરેખરમાં ચોંકાવનારી છે, અહીં દીકરાએ પોતાના પિતા પર શંકા જતા કેમેરા લગાવીને જાસૂસી કરી છે. ખરેખર, બુરાડીમાં રહેતા પરિવારમાં દીકરાને શંકા હતી કે તેના પિતા મેલી વિદ્યા કરી રહ્યાં છે. તેથી જ તેને તેમની જાસૂસી કરવાનું નક્કી કર્યું અને તેમના રૂમમાં કેમેરા ગોઠવી દીધા.
દીકરાએ પિતાની રૂમમાં કેમેરા લગાવ્યા બાદ તેને ખબર પડી કે તેના પિતા એક છોકરીનો બળાત્કાર કરી રહ્યાં છે. ત્યારબાદ દીકરાએ કે છોકરી સાથેનો દુષ્કર્મનો વીડિયો તે છોકરીના મોકલીને દીધો હતો. આ પછી મામલાની માહિતી પોલીસને આપવામાં આવી હતી, અને પોલીસે બંને પિતા-પુત્રની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
શું છે આખો મામલો ?
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો તે સમયે બહાર આવ્યો જ્યારે 27 જૂને તેમને 68 વર્ષીય વ્યક્તિ વિરૂદ્ધની બળાત્કારની ફરિયાદ મળી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે એપ્રિલમાં ફરિયાદનીની દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી હતી.
આ કેસમાં જ્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે દીકરાએ જણાવ્યું કે તેને લાગતું હતું કે તેના પિતા મેલી વિદ્યા કરે છે, આની તપાસ કરવા માટે તેને પિતાના રૂમમાં કેમેરા ગોઠવી દીધો હતો. આ પછી જ્યારે તેને કેમેરા જોયો તો ખબર પડી કે તે રેપ કરી રહ્યો છે. જેના કારણે દીકરાએ તે વીડિયો પીડિતાના પિતા સાથે શેર કર્યો હતો, પરંતુ સગીરનો વીડિયો રેકોર્ડ કરવા બદલ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મિર્જાપુર વેબ સીરીઝથી ઇન્સ્ટપાયર્ડ હતા -
જ્યારે આરોપીની વૃદ્ધની પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે મિર્ઝાપુર વેબ સીરીઝથી પ્રભાવિત હતો. જ્યાં તેને કાલીન ભૈયાના પિતાને ઘરેલુ નોકર સાથે બળાત્કાર કરતા જોયો હતો. પોલીસે જણાવ્યું હતું કે વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
વળી, આ કેસમાં અન્ય એક વ્યક્તિને પણ જેલમાં મોકલવામાં આવ્યો છે, આ તે જ વ્યક્તિ છે જેણે યુવતીના પરિવારને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે એક અલગ કેસમાં તેની ધરપકડ કરી છે.
Join Our Official Telegram Channel: