રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ મેળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.  રાજકોટ શહેરમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપી લીધા છે.  લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસ દ્વારા 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.  7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 ઝડપાયા છે.  શાહરૂખ જામ અને રાહુલ ગોસાઈ નામના વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.  1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.   હાલ તો પોલીસે બંને આરોપીઓને ઝડપી આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા તેની તપાસ શરુ કરી છે.           

  


વેરાવળ બોટમાંથી 350 કરોડનું ડ્રગ્સ  ઝડપાયું હતું 


ગીર સોમનાથ વેરાવળમાં થોડા દિવસ પહેલાં વેરાવળ બંદર પર એક બોટમાંથી  350 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં  જામનગરના બેડીના અલ્લારખા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. પોલીસ તેની ધરપકડ કરી વેરાવળ લાવી હતી.    અગાઉ બોટના ટંડેલ સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે, ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને ડ્રગ્સ મોકલનાર ઈરાનમાં છે.


આ કેસમાં ઈશાક નામના શખ્સનું નામ ખુલ્યું હતું.  જે હાલ આફ્રિકામાં છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે જામનગરના બેડીમાં રહેતો અલ્લારખા ઈશાકના સંપર્કમાં છે.  એટલું જ નહીં અલ્લારખા ડ્રગ્સ લાવવાથી લઈ સપ્લાય સુધીનું નેટવર્ક સંભાળતો હતો.


વેરાવળ બંદર પર 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું


થોડા દિવસો પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો.  આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.  આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો.  ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો હતો. 


ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળ્યું હતું. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો.