અલ્હાબાદ હાઈકોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં પતિ અને સાસુ સિવાય પરિવારના તમામ સભ્યો સામે કેસની કાર્યવાહી રદ કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે ઘરેલું હિંસાના કેસોમાં નક્કર પુરાવા વિના સંબંધીઓને ફસાવવા એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે. આ આદેશ જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલે સોનભદ્રના કૃષ્ણા દેવી અને અન્ય છ લોકોની અરજી પર આપ્યો છે.
વૈવાહિક મતભેદને કારણે પીડિતાએ તેના પતિ, તેની માતા અને વિવાહીત નણંદો વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. સાસુ અને અન્ય પાંચ સંબંધીઓએ સોનભદ્રના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી રહેલા કેસમાં કાર્યવાહી રદ કરવાની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરી હતી.
પીડિતા સાથે ઘરમાં રહેતા લોકો સામે જ કેસ દાખલ કરી શકાય
કોર્ટે કહ્યું કે ઘરેલુ હિંસાનો કેસ ફક્ત તે લોકો સામે જ નોંધી શકાય છે જેઓ પીડિતા સાથે ઘરમાં રહે છે. આ અદાલતે એવા ઘણા કિસ્સાઓ જોયા છે જ્યાં પતિના પરિવાર અથવા સંબંધીઓના પરિવારને પરેશાન કરવા માટે પીડિત પક્ષ બીજા પક્ષના અન્ય સંબંધીઓને ફસાવે છે જે પીડિત વ્યક્તિ સાથે રહેતા નથી અથવા રહી ચૂક્યા છે.
કોર્ટે કહ્યું કે પરિણીત બહેનો અને તેમના પતિઓ અલગ રહેતા હોવાથી તેમને કાયદા હેઠળ આરોપી ગણી શકાય નહીં. જોકે, કોર્ટે કહ્યું કે સાસુ અને પતિ સામે કાર્યવાહી ચાલુ રહેશે કારણ કે તેમની સામે ઘરેલુ હિંસાના ચોક્કસ આરોપો છે, જેમાં દહેજ સંબંધિત ઉત્પીડનનો પણ સમાવેશ થાય છે. કોર્ટે ટ્રાયલ કોર્ટને 60 દિવસમાં કેસની સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
પતિને કિડની વેચવા પત્નીએ કર્યો તૈયાર, બાદમાં 10 લાખ રૂપિયા લઇને બોયફ્રેન્ડ સાથે ફરાર
પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેના પતિને કિડની વેચવા માટે મનાવી લીધો અને બદલામાં મળેલા 10 લાખ રૂપિયા લઈને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
પત્નીએ કિડની વેચવા માટે દબાણ કર્યું
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, પીડિત વ્યક્તિના પરિવારે તેને લઇને સાંકરાઇલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેની પત્ની છેલ્લા એક વર્ષથી તેની કિડની વેચવા માટે દબાણ કરી રહી હતી. તેમણે દલીલ કરી હતી કે આમ કરીને તેઓ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધારી શકે છે અને તેમની 12 વર્ષની પુત્રીને સારી શાળામાં પ્રવેશ અપાવી શકે છે.
પત્નીની વાતથી પ્રભાવિત થઈને પતિએ પોતાની કિડની વેચવાનો નિર્ણય કર્યો. મહિલાએ ખરીદનાર સાથે 10 લાખ રૂપિયામાં સોદો કર્યો અને તેના પતિની ગયા મહિને સર્જરી થઈ હતી. જ્યારે પતિ પોતાની કિડની વેચીને ઘરે પાછો ફર્યો ત્યારે તેની પત્નીએ તેને આરામ કરવાની અને બહાર ન જવાની સલાહ આપી જેથી તે ઝડપથી સ્વસ્થ થઈ શકે. પરંતુ થોડા દિવસો પછી તે અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ. જ્યારે પતિએ તપાસ કરી ત્યારે તેને ખબર પડી કે કબાટમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને બીજા કેટલાક પૈસા ગાયબ હતા.