Crime News:દ્વારકામાં હૃદયને હચમચાવી દેતી ઘટના બની છે. અહીં પિતાએ બે વર્ષની દીકરીની હત્યાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. બાળકી ખૂબ રડતી હોવાથી ઉશ્કેરાયેલા પિતાએ એવું ઘાતકી પગલું ભર્યું કે માસૂમે જિંદગી ગુમાવી, જાણીએ શું છે મામલો
દ્રારકામાં પિતા પર 2 વર્ષની માસૂમની હત્યા કર્યાનો આરોપ છે. મળતી માહિતી મુજબ બાળકી ખૂબજ રડતી હોવાથી ગુસ્સે થયેલા પિતાએ તેમને ક્રૂરતાથી જમીન પર પટકી પટકીને મારી નાખી. સમગ્ર ઘટના દ્રારકાના રાવડા તળાવ નજીકની છે. બાળકી ખૂબ જ રડતી હોવાથી પિતાએ આવુ રાક્ષસી પગલુ ભર્યાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદમાં પિતાએ બાળકીની કરી હત્યા
અમદાવાદમાં પણ 2 દિવસ પહેલા આવી જ ઘટના બની હતી, જેમાં પિતાએ પુત્રીની હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના શાહેર કોટડા વિસ્તારમાં પિતાએ 5 માસની માસૂમ દીકરીનું ગળું અને મોં દાબીને હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઇને માતાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, આ મામલે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વોન્ટેડ આરોપીની 20 વર્ષ બાદ UPથી ધરપકડ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મહિલાની હત્યા કરી માથું ધડથી છૂટું કરી દેનાર વોન્ટેડ આરોપીની 20 વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના કાપોદ્રામાં વર્ષ 2004માં થયેલા ચકચારી મર્ડર કેસના વોન્ટેડ આરોપી અંગે પોલીસને બાતમી મળી હતી. પોલીસે આ મામલે વર્કઆઉટ કરી યુપીમાં અયોધ્યા જિલ્લાના બદનપુર ખાતેથી વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણને પકડી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ 2004માં આરોપી વિજય તેના દૂરના મામા રામસજીવન ચૌહાણ અને તેમની પત્ની રામવતી સાથે પુણાગામમાં વલ્લભનગરમાં ભાડેથી રહેતો હતો. તે સમયે મામા રામસજીવનને તેમની પત્ની રામવતીના ચારિત્ર્ય પર શંકા ઉપજી હતી. જેથી રામસજીવને ભાડુઆત અને દૂરના ભાણેજ સાથે મળી હત્યાનો કારસો ઘડ્યો હતો.
રામસજીવન તેની પત્નીને બહાર ફરવા લઇ જવાના બહાને પુણા નહેર પાસે એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ વિજય અને રત્નાકર સંતોષ હાજર હતા. બંનેએ રામવતીના હાથ- પગ પકડી રાખ્યા હતા. રત્નકારે ચપ્પુ વડે રામવતીનું ગળું કાપી નાંખી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યારબાદ તેણીના શરીર પરના કપડાં કાઢી નાંખી માથું કપડામાં વીંટાળી તેઓ ચાલ્યા ગયા હતા. લાશની ઓળખાય ન થાય એ માટે વિજયે માથું પુણા નહેરમાં ફેંકી દીધું હતું. હત્યા બાદ એ વતન ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાંચને 20 વર્ષે વિજયને પકડવામાં સફળતા મળી છે.