અમદાવાદઃ પિતાએ પત્ની-બાળકોની સામે જ દીકરી સાથે બાંધ્યો શારીરિક સંબંધ, ચોમેર ફિટકાર
બળાત્કાર પછી આ અંગે કોઈને કહેશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બીજા દિવસે પતિ ઘરે જ હોવાથી મહિલાએ બીકના માર્યા પોલીસને ફરિયાદ કરી નહોતી. પરંતુ પતિ કામ પર જતાં જ મહિલા પુત્રીને લઈ અડાલજ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી.
પત્ની દ્વારા વિરોધ કરાતા પતિએ પત્નીને ફટકારી હતી અને વચ્ચે આવીશ તો તારા છોકરાને પણ જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ પછી નરાધમ પિતાએ 15 વર્ષીય દીકરીના કપડા કાઢી નાંખ્યા હતા અને પત્ની અને બાળકોની નજર સામે જ દીકરી સાથે પરાણે સંબંધ બાંધ્યો હતો.
અમદાવાદઃ શહેરના ચાંદખેડા પાસેના ઝુંડાલ ગામમાં સાવકા પિતાએ પરિવારના સભ્યોની હાજરીમાં જ દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં નરાધમ પિતા સામે પોલીસ ફરિયાદ થતાં પિતા પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે.
ગત સોમવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ પરિવાર જમ્યા પછી સૂઈ ગયો હતો, ત્યારે મહિલાનો પતિ ઉઠી સૌથી મોટી દીકરીની બાજુમાં આવ્યો હતો. આથી મહિલાએ તેની પાસે જવાનું કારણ પૂછતાં હું તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માગું છું, તેમ જણાવ્યું હતું. આથી મહિલાએ પતિનો વિરોધ કર્યો હતો.
મૂળ રાજસ્થાનના ડોડિયારા ગામની રહેવાસી મહિલા ઝુંડાલ ગામમાં આવેલા ઇંટના ભઠ્ઠા પર પર તેના પતિ અને બાળકો સાથે રહે છે. પ્રથમ પતિથી આ મહિલાને બે દીકરીઓ છે. જ્યારે બીજા પતિથી મહિલાને બે દીકરા અને બે દીકરીઓ છે.