રાજકોટઃ રાજકોટમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં એક પિતાએ પોતાની દીકરી પર બળાત્કાર ગુજારતા દીકરી ગર્ભવતી બની હતી. પિતાના શારીરિક અત્યાચારનો ભોગ બનેલ પુત્રીને હૉસ્પિટલમાં દાખલ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પિતાના હવસનો શિકાર બનનાર પુત્રીને દોઢ માસનું ગર્ભ હોવાનું તબીબી તપાસમાં ખૂલ્યું હતું. જેથી હાલ તો પુત્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો એ ડિવિઝન પોલીસે તેના પિતાની ધરપકડ કરી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં સોસાયટીમાં લૂંટ, ત્રણ લૂંટારૂએ બંદૂકની અણી લૂ્ંટ્યું સોનુ અને રોકડ, જાણો વિગત
વડોદરા: શહેરની મુદ્રા સોસાયટી ગઇકાલે સમી સાંજે લૂંટની ઘટના બની છે સાંજે 8 વાગ્યે વાસણા ભાયલી રોડ પર મુદ્રા સોસાયટીમાં સાંજે 8 વાગ્યે લૂંટારૂએ બંદૂકનીઅણીએ 50 તોલા સોનુ અને 25 હજાર રોકડની લૂંટી ફરાર થયા હતા. આ ઘટના મુદ્રા સોસાયટીમાં રહેતા જર્મનીના એન.આર.આઈ પટેલ પરિવારને ત્યાં ઘટી હતી. ઘટનાના પગલે પરિવારે 3 બંદૂકધારી લૂંટારૂ સામે ફરિયાદ નોધી છે. ઘટનાની જાણ થથાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર તપાસ હાથ ધરીહતી. પોલીસે તહેવારો આવતા આંતર રાજ્ય ગેંગ સક્રિય થઈ હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે.
CRIME NEWS: જામકંડોરણામાં રાત્રે દોઢ વાગ્યે પતિએ કુહાડીના ઘા મારી પત્નીની કરી હત્યા
CRIME NEWS: રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક રામપર ગામે વાડી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. જામકંડોરણા તાલુકાના રામપર ગામમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘરકામ અને મજૂરી કામ બાબતે જઘડો થતા પત્નીને પતિએ કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી. બે-એક દિવસ પહેલાં જ મધ્ય પ્રદેશના જાંબુઆનો પરિવાર ખેત મજૂરી કરવા રામપરના વિપુલભાઈ ચોવટીયાની વાડીએ આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ પતિ-પત્ની વચ્ચે ઝઘડો અને તેનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું.
મૃતક મહિલાનું નામ રમીલાબેન દીનેશભાઈ બિલવાલ છે અને તેમની ઉંમર 33 વર્ષની હતી. જ્યારે તેમના પતિ નામ દિનેશ વાલીયા બિલવાલે છે. રાત્રીના સમયે દોઢેક વાગ્યે આ સામાન્ય બાબતના ઝઘડાઓ ઉગ્રરૂપ ધારણ થતાં ઉશ્કેરાયેલા પતિ દિનેશના હાથમાં કુહાડી આવી જતા કુહાડીના બે-ત્રણ ઘા મારી પત્નીની હત્યા નિપજાવી હતી. ઘટના સ્થળે જ આદિવાસી મહિલા રમીલાબેને દમ તોડી દીધો હતો. જે બાદ જામકંડોરણા પોલીસે પતિ દિનેશની ધરપકડ કરી હતી અને હત્યામાં ઉપયોગ લેવાયેલી કુહાડી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.