Crime:રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે (5 જૂન) રાત્રે એક ઘરમાં હત્યાકાંડ થયો હતો, આ લોહિયાળ ઘટના જયપુરના જોતવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની  હતી. માતા પોતાના બે બાળકોને બચાવવા માટે તેમના દિયર સામે દયાની ભીખ માંગતી રહી.


રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે (5 જૂન) રાત્રે એક ઘરમાં હત્યાકાંડ થયો હતો, આ લોહિયાળ ઘટના જયપુરના જોતવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. માતા પોતાના બે સંતાનોને બચાવવા માટે પોતાના દિયર  પાસે દયાની ભીખ માંગતી રહી, પરંતુ  દિયરે  ભાભીની એક વાત ન માની અને  ગાજર અને મૂળાની જેમ બાળકોને વાઢી નાખ્યા. એક વર્ષના ભત્રીજાની આંતરડા પણ બહાર કાઢવામાં આવી હતી. બંનેની હત્યા કર્યા બાદ તેણે માતાને મારી નાખવાની કોશિશ કરી. જેની હાલત ગંભીર છે પેટ પણ ફાડી નાખ્યું. બધાની હત્યા કર્યાં બાદ તેમણે ટ્રેન નીચે ઝપલાવીને આપધાત કરી લીધો.


હત્યા પહેલા આરોપી દિયરે રીલ બનાવી હતી.રીલની સાથે  લખ્યું હતું કે, આજની રાત છેલ્લી રાત છે. સોશિયલ મીડિયા પર આ રીલ પોસ્ટ કર્યા બાદ મૃતદેહો વેરવિખેર થઈ ગયા હતા. જોતવારા પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ 11 વર્ષની દિવ્યાંશી અને 1 વર્ષીય માસૂમ સૂર્ય પ્રતાપનું મોત નીપજ્યું હતું. મહિલા શકુંતલા ઉર્ફે બેબી કંવર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. શકુંતલાના પતિ લક્ષ્મણ તેમની ઓફિસમાં હતા અને દિયર રઘુવીર રાત્રે જ ઘરે આવ્યો હતો. તે પહેલા રસોડામાં ગયો અને ભાભી શકુંતલાની પીઠ અને પેટ પર છરો માર્યો. જે બાદ તે બાજુના રૂમમાં ગયો હતો અને તેના ભત્રીજા અને ભત્રીજીની હત્યા કરી હતી. પછી તે બહારથી દરવાજો બંધ કરીને ચાલ્યો ગયો. ત્યારપછી તેણે કાનપુરા ફાટક પાસે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.


 કયા કારણે સર્જાયો હત્યાકાંડ


પોલીસે જણાવ્યું કે પરિવારમાં મિલકતનો વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે આ હત્યાનો મામલો સામે આવ્યો છે. હત્યા અને આત્મહત્યા કરતા પહેલા રઘુવીરે એક રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે આજે છેલ્લી રાત છે, જીવનને બાય-બાય. પોલીસે જણાવ્યું કે આખું ઘર લોહીથી ખરડાયેલું હતું. બાળકોના મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં મળી આવ્યા હતા. માતા શકુંતલાની હાલત અત્યંત ગંભીર છે.