ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી મકવાણાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી હતી.
બે હત્યારા પલ્સર બાઇક લઈને કિરણનો પીછો કરતાં હતાં અને મોકો મળતાં જ પાછળથી ગોળીબાર કરીને નાસી ગયા હતા. આ બનાવના પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો હતો. ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહેતાં કિરણ હીરાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આશરે 35 વર્ષીય કિરણ સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. સોમવારે સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો.
સીસીટીવીના આધારે તપાસ કરતા પોલીસ મહેસાણા સુધી પહોંચી હતી. જેમા હત્યારાઓ સુધી પોલીસ પહોંચવામાં સફળતા મળી હતી. મૃતકના પરિવારના પત્ની સહિતના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા . મર્ડર બાબતે પોલીસ પ્રેમ પ્રકરણ, જમીન બબાલ, કચેરીમાં કોઇ બબાલ સહિતની બાબતો ઉપર તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં પત્નીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું હતું.
Crime News: સુરતમાં હત્યાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ડીંડોલીમાં વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના નવાગામ ડીંડોલી ખાતે રહેતો યુવક રાજા વર્માની અન્ય બે યુવકો દ્વારા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. ગત મોડી રાત્રે બે યુવકો ડીંડોલીમાં રેલવે ટ્રેકની ગલીમાં રાજા વર્મા સાથે ઝઘડો કરતા હતા. આ દરમિયાન અચાનક જ બંને યુવકો રાજા વર્માને માર મારવા માંડ્યા હતા. અચાનક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવા માંડ્યા હતા. જીવણ અને સંદીપ નામના બંને યુવકોએ સાથે મળી રાજા વર્મા પર તીક્ષ્ણ હથિયાર અને ચપ્પુ વડે હુમલો કરી રાજા વર્માનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું.
હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જીવણ અને સંદીપ રાજા વર્માને તિક્ષ્ણ હથિયાર વડે મારી રહ્યા હતા. ત્યારે રાજા વર્માનો મિત્ર સંદીપ રાય ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન હુમલો કરનાર બંને યુવકોએ આ પણ રાજા વર્માનો મિત્ર છે, એમ કહી તેની પર પણ હુમલો કર્યો હતો .જોકે સંદીપ રાય દ્વારા બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી હુમલો કરનાર બંને યુવકો ત્યાંથી નાસી છૂટયા હતા. સંદીપ રાયને પગના ભાગમાં નાની મોટી ઈજાઓ પહોંચતા તેનો જીવ બચી ગયો હતો .જોકે ત્યારબાદ સંદીપ રાય પાસેથી જાણવા મળ્યું હતું કે રાજા વર્મા અને મારનાર સંદીપ અને જીવણ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. એ બંને વચ્ચેનો કઈ બાબતનો ઝઘડો છે, એની માહિતી તો ચોક્કસથી ખબર નથી પરંતુ તેની અદાવત રાખીને જ રાજા વર્માની હત્યા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આરોપી ના નામ
(૧) સંદિપ ઉર્ફે લેપટ્યા ઈંગલ લક્ષમણ આગળે
(૨) જીવણ ઉર્ફે માંજરો લક્ષ્મણ ઉર્ફે લખા મંગાભાઈ ચૌહાણ.