Haryana DSP Murder: હરિયાણાના મેવાતના નુહના પચગાંવમાં ગેરકાયદે ખનન માફિયાઓ દ્વારા ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈની હત્યા કરવામાં આવી હતી. ખાણ માફિયાઓએ ડીએસપી પર ડમ્પર ચડાવી દેવામાં આવતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ હરિયાણાના એડીજી સંદીપ ખેડવાલે જણાવ્યું કે પોલીસને બપોરે 12 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી. ભૂતકાળમાં ખાણ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હતી, થઈ રહી છે અને થતી જ રહેશે.


મળતી માહિતી પ્રમાણે, બાતમી પર ખનન બંધ કરાવવા ગયેલા ડીએસપી સુરેન્દ્ર સિંહે ગેરકાયદે પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ખાણ માફિયાઓના માણસોએ ડીએસપી પર ડમ્પર ચડાવી દીધું હતું. ઘટના સ્થળે પહોંચેલા નુહ એસપી અને આઈજીએ આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રસિંહ ગેરકાયદે ખનનની બાતમી પર તાવડુના ડુંગર પર રેડ કરવા ગયા હતા.






ડીએસપી સુરેન્દ્રસિંહ આ વર્ષે નિવૃત્ત થવાના હતા


જાણકારી મુજબ ડીએસપી ગાડી પાસે ઉભા હતા. આ સમય દરમિયાન એક ઝડપી ડમ્પરે તેને સીધો ટક્કર મારતાં તેમનું ત્યાં જ મોત નીપજ્યું હતું. આ વર્ષે સુરેન્દ્ર સિંહ સંન્યાસ લેવાના હતા અને ત્રણ મહિનાનો જ કાર્યકાળ બાકી હતો.


ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, નુહ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, મેવાતના તાબડુમાં ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ, નુહમાં ગેરકાયદેસર ખનનની માહિતી મળતા તપાસ માટે ઘટના સ્થળે ગયા હતા. આ દરમિયાન તેમના પર ડમ્પર ચડાવી દેવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપીઓની શોધખોળ ચાલુ છે.