મોરબી: ટંકારાના લજાઇ નજીક આવેલા હોટેલમાં પ્રદીપ બાલક્રિષ્ના શેટ્ટી નામના મૂળ કર્ણાટકના યુવકે ગળેફાંસો આપીને સુસાઇડ કરી લીધી


 ટંકારાના લજાઇ નજીક આવેલા હોટેલમાં હોટેલના મેનેજર બાલક્રિષ્ના શેટ્ટીએ રાત્રે આપાઘાત કરી લીઘો. આ શખ્સની ઓળખ પ્રદીપ શેટ્ટી તરીકે થઇ છે. જેની અંદાજિત ઉંમર 30 હોવાનું સામે આવ્યું છે. આ યુવક મૂળ કર્ણાટકના હતા અને હાલ મોરબીમાં રહેતા હતા. તેમણે રાત્રે ડિનર લીધું બાદ રૂમ બંધ કરીને ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધી. આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટના સ્થળેથી કોઇ સુસાઇડ નોટ પણ મળી નથી. સવારે જ્યારે મોડે સુધી દરવાજો ન ખોલતા સમગ્ર ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં ટંકારા  પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


 સુરતમાં વિદ્યાર્થીનીનું રહસ્યમયી મોત, પાંચમા માળેથી પટકાઇ, કૉલેજ સંચાલકો ભૂગર્ભમાં


 સુરતમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે, કૉલેજની વિદ્યાર્થીનીએ પાંચમા માળેથી પડતુ મુકીનો મોતને વ્હાલુ કર્યુ છે, આ મામલે હવે કૉલેજ સંચાલકો વિરુદ્ધ શંકાની સોય ચિંધાઇ રહી છે. હાલમાં વિદ્યાર્થીનીના મોત બાદ કૉલેજના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, અને પોલીસ પણ કોઇ પ્રતિક્રિયા આપી રહી નથી. 


માહિતી એવી છે કે, વિદ્યાર્થીનીમાં પલસાણામાં આવેલા બલેશ્વર ખાતેની સંસ્કાર વિદ્યા સંકુલમાં એક નર્સિંગ વિદ્યાર્થીનીનું રહસ્યમય મોત થયુ છે, આ વિદ્યાર્થીનીનું નામ સોનલ જીતેશ ચૌધરી છે. આ વિદ્યાર્થીનીનું મોત કયા કારણોસર થયુ તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો સામે આવ્યો નથી, પરંતુ વિદ્યાર્થીનીએ કૉલેજના પાંચમા માળેથી પડતુ મુક્યુ છે, વિદ્યાર્થીનીના મોતના સમાચાર સામે આવતાની સાથે જ કૉલેજના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સાચી હકીકત બહાર ના આવે ત્યાં સુધી પરિવારે ફરિયાદ આપવાનું ટાળ્યું છે. પોલીસે પણ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. યુવતી પાંચમા માળેથી પટકાતા તેનું મોત થયું હોવાની ચર્ચાઓ થઇ રહી છે. મોત અંગે કૉલેજ સ્ટાફે પરિવારને કહ્યુ કે વિદ્યાર્થીનીને ખેંચ આવી હતી. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial