અમદાવાદ: જુગાર રમવાની આદત ધરાવતી યુવતીને એક વિધર્મી સાથે જુગાર રમતા રમતા બંધાયેલ મિત્રતા ભારે પડી છે. આરોપીએ યુવતીની લાચારીનો દૂરઉપયોગ કરી ઘરે અને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચાર્યુ. એટલું જ નહીં પરંતુ વિધર્મી આરોપીએ યુવતીને લગ્નની લાલચ પણ આપી. જોકે જ્યારે યુવતીએ લગ્ન કરવા માટે છૂટાછેડા લઈ લીધા ત્યારે આરોપીએ લગ્ન કરવાથી ઇન્કાર કરી દીધો. જેને લઇને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


આરોપીએ યુવતીને પોતાના ઘરે 20 દિવસ સુધી રાખી


અમદાવાદમાં જુગારની લત ધરાવતી યુવતીને જુગાર રમતા રમતા યુવક સાથે થયેલ પ્રેમ સંબંધ ભારે પડ્યો. છેલ્લા એક વર્ષથી જુગાર રમવાના બહાને એકબીજા સાથે પરિચય થયો અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા. વિધર્મી યુવકે યુવતીની લાચારીનો દૂરઉપયોગ કરીને પોતાને ઘરે બોલાવી દુષ્કર્મ ગુજારી છેલ્લા એક વર્ષથી યુવતી શોષણ કરતો રહ્યો. આરોપીએ યુવતીને ગમતી હોવાનુ કહીને લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને આરોપીએ યુવતીને પોતાના ઘરે 20 દિવસ સુધી રાખી પણ હતી. 


વેજપુર પોલીસે આરોપીની ધરપકડ કરી


મોટી વાત તો એ છે કે ફરિયાદી યુવતીને પોતાના પહેલા લગ્નથી બે સંતાનો હોવા છતાંય આરોપી સાથે લગ્ન કરવા માટે પતિને છોડી છૂટાછેડા આપી દીધા હતા. જોકે આરોપી વ્યસની હતો. જેથી તેને રાજસ્થાન વ્યસન મુક્તિ કેન્દ્ર મોકલવામાં આવ્યો. જ્યાં ફરિયાદી યુવતી પહોંચી પરંતુ મળવા દેવામાં ન આવી. જ્યારે આરોપી પરત ફર્યો ત્યારે યુવતી ફરીથી તેના ઘરે ગઈ લગ્નની માંગણી કરી ત્યારે આરોપી યુવકે તેની સાથે મારામારી કરી ગાળો આપી લગ્ન કરવાથી ઇન્કાર કરી દિધો. જેથી યુવતીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ મામલે વેજપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


માવઠાનો માર સહન કરનારા ખેડૂતો માટે સરકાર જાહેર કરશે રાહત પેકેજ


ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. માવઠાનો માર સહન કરનાર ખેડૂતો માટે આજે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરશે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદથી થયેલા ખેતીના પાકના નુકશાન અંગે સરકાર સહાય જાહેર કરશે. ખેડૂતોને નુકસાનના બદલામાં વધુ સહાય મળે તે રીતે સરકારે પેકેજ બનાવ્યું છે.