Crime News: સુરતમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. હવે સ્થિતિ એ છે કે, મહિલા પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી. કારણે કે, સુરતમાં પતિએ જ પોતાની પત્ની ઉપર બળાત્કાર કરાવ્યો છે. સુરતના પાંડેસરામાં રહેતી મહિલાને તેનો પતિ જ પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. એટલું જ નહીં જો મહિલા ના પાડે તો તેને માર મારતો હતો. પતિના ત્રાસથી કંટાળી પત્નીએ પોતાના ભાઇને આ બાબત જણાવી હતી. જેથી મામલો બહાર આવ્યો હતો.
આ મહિલા મુળ યુપીની રહેવાસી છે. હાલમાં તે તેના પતિ સાથે સુરતમાં રહે છે જ્યાકે તેમનો પુત્ર યુપીમાં રહે છે. જેમાં પતિની હાજરીમાં પતિનો મિત્ર મહિલા સાથે બળાત્કાર કરતો હતો. એટલું જ નહિ પરિણીતાએ આવું કરવાની ના પાડી તો પતિ તેને માર મારતો હતો. જેના કારણે પરિણીતાએ પતિના મિત્રની સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર બની હતી. છેલ્લા 3 મહિનાથી પતિ અને તેનો મિત્ર આ મહિલા સાથે બળજબરી કરતા હતા. જે બાદ આવી હરકતોથી કંટાળી મહિલાએ પોલીસનો સહારો લીધો હતો.
4 ઓકટોબરે પતિએ પત્નીને દિવસમાં 3 વાર માર માર્યો હતો. જેના કારણે પરિણીતાએ વતનમાં રહેતા ભાઈને જાણ કરી હતી. આથી ભાઈએ તેને મિત્રને ત્યાં ચાલી જવાનું કહી આવતીકાલે સવારે હું લેવા આવીશ એમ કહ્યું હતું. બીજા દિવસે મહિલાને તેનો ભાઈ લેવા આવ્યો ત્યારે પતિની તમામ હકીકતો જણાવી હતી. જેથી ભાઈએ તેની બહેનને પાંડેસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યો હતો.
જ્યાં પોલીસે મહિલાની ફરિયાદ લઈ પતિ અને તેના મિત્ર સામે રેપનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ મિલમાં મજૂરીકામ કરે છે. 33 વર્ષની પરિણીતા જુલાઇ મહિનામાં તેના 17 વર્ષના સગીર પુત્રને લઈ પતિ પાસે પાંડેસરામાં રહેવા આવી હતી. પુત્રની સ્કુલ શરૂ થતા તેને મોકલી આપ્યો અને પરિણીતા પતિ પાસે રોકાઈ ગઈ હતી.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને છેડતી ઉપરાંત દુષ્કર્મના કેસો સતત વધી રહ્યા છે. સુરત શહરેમાં વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે ફરી એકવાર સુરતમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહિધરપુરા વિસ્તારમાં મહિલાના હાથ પગ બાંધી પિતા પૂત્રએ દુષ્કર્મ આચર્યું છે.
2 લાખની ઉઘરાણી કરતી મહિલા સાથે પતિના મિત્ર અને તેના પુત્રનું દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. લાલ દરવાજા પાસે પૈસા આપવાના બહાને બોલાવી બળજબરી દારૂ પિવડાવી દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં મહિધરપુરા પોલીસે ગુનો નોંધી પિતા પુત્રની ધરપકડ કરી છે.