Crime News : કેનેડામાં ભારતીય લોકોની હત્યાનો સિલસિલો થંભવાનું નામ લેતો નથી. તાજેતરમાં એક યુવકની હત્યા બાદ હવે એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થિની જ્યારે કામ પર જઈ રહી હતી ત્યારે તેને ગોળી વાગી હતી.
કેનેડાના હેમિલ્ટન શહેરમાં હરસિમરત રંધાવા નામની ભારતીય વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી હતી. જે ત્યાં મોહૌક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ મામલે સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી છે.
આ સમગ્ર મામલે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું કે અમે ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ અવસાનથી ખૂબ જ દુઃખી છીએ. અધિકારીએ કહ્યું કે સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, તે એક નિર્દોષ પીડિત હતી જે બે લોકો વચ્ચેની લડાઈમાં મૃત્યુ પામી હતી. સમગ્ર મામલાની તપાસ હજુ ચાલુ છે. તેણે વધુમાં કહ્યું કે અમે તેના પરિવારના સંપર્કમાં છીએ અને દરેક રીતે મદદ કરી રહ્યા છીએ.
કેવી રીતે વિદ્યાર્થીને ગોળી વાગી?
હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીના મૃત્યુના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તે બે લોકો વચ્ચેની લડાઈનું પરિણામ હતું, કારણ કે, બ્લેક કારમાં સવાર એક યુવકે પર ગોળી ચલાવી હતી. બસ સ્ટોપ પર ઉભેલી વિદ્યાર્થીનીની છાતીમાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ ફાયરિંગ કરનાર આરોપીને શોધી રહી છે.
આ મહિને બે ભારતીયોમા કેનેડામાં મોત થયા
હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, તેમને સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 7.30 વાગ્યે ગોળીબારના અહેવાલ મળ્યા હતા. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને હરસિમરતને છાતીમાં ગોળી વાગી હતી અને ખૂબ લોહી વહી રહ્યું હતું. પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી પરંતુ કમનસીબે તેની જિંદગી બચાવી શકાય. આ ઘટના પહેલા 5 એપ્રિલે પણ એક ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં કેનેડામાં ભારતીય મૂળના બે લોકોની હત્યા કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં નવસારીના યુવાનની હત્યાનો કેસ
યુવાનનો મૃતદેહ ઓસ્ટ્રેલિયાથી બીલીમોરા લવાયો હતો.મિહિર દેસાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી.વિક્ટોરિયા પોલીસે 42 વર્ષીય એક શખ્સની આ કેસમાં અટકાયત કરી છે. આરોપી અને મૃતક એક જ રૂમમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે.ય બંને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હોવાનું સામે આવ્યું હતું. મિહિર દેસાઈનો મૃતદેહ પોતાના ઘરે આવતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.