જૂનાગઢ : વંથલીના સેદંરડા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પેલીસકર્મીના માતા-પિતાની હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી. સેંદરડા વાડી વિસ્તારમાં ઘટના બની હતી. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કર્યાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
Kutch : ભચાઉના ખારોઇ ગામે ગોળી મારીને યુવકની હત્યા, ફાયરિંગની ઘટનાથી ખળભળાટ
કચ્છઃ પૂર્વ કચ્છ ભચાઉમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ભચાઉના ખારોઈ ગામમાં દેસી તમંચાના ચાર રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. ચાર રાઉન્ડ ફાયરિંગમાં એક યુવકનું મોત નીપજ્યું છે. ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગાયક યુવાનને ગાંધીધામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે. પહેલા ભચાઉ હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં ગાંધીધામ હોસ્પિટલ લઈ ગયા.
Mehsana : યુવતીએ 60 વર્ષના વૃધ્ધને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બાંધ્યા શરીર સંબંધ, શરીર સુખ માણ્યા પછી બંને કારમાં ઘરે જવા નિકળ્યાં ને.......
મહેસાણાઃ સતલાસણાના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂ.5 લાખની ખંડણી માગનારા ભાભર અને સાંતલપુરના 2 શખ્સોને સતલાસણા પોલીસે છટકું ગોઠવી પાલનપુરના એરોમા સર્કલ પરથી ઝડપી લીધા હતા. જોકે, વૃદ્ધને ફસાવનારી યુવતી સહિત 5 શખ્સો પોલીસને જોઈ ઈકો લઈ ભાગી ગયા હતા. પોલીસે આ પાંચ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ તેમનો ભૂતકાળ પણ ખંગાળવામાં આવી રહ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, સોનલ પંચાલ નામની યુવતીએ સતલાસણાના 60 વર્ષીય વૃદ્ધને ફોન કરી શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી હતી. અવાર નવાર ફોન પર વાત કર્યા બાદ વૃદ્ધને દાંતા હાઈવેના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઇ યુવતીએ મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી ગેસ્ટ હાઉસથી નીચે ઉતરી ઈકોમાં બેસેલા તેના સાગરિતોને બોલાવ્યા હતા.
યુવતી અને અન્ય 6 શખ્સો વૃદ્ધનું ઈકોમાં અપહરણ કરી ધોકા વડે માર મારી દુષ્કર્મના ખોટો કેસ ફસાવી દેવાની ધમકી આપી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. આથી વૃદ્ધે તેમના જમાઇને વાત કરતાં તેમણે સતલાસણા પોલીસને જાણ કરી હતી. આથી સતલાસણા પોલીસે છટકું ગોઠવી પાલનપુરના એરોમા સર્કલ પરથી વૃદ્ધને છોડાવી હનીટ્રેપ ગેંગના 2 શખ્સોને ઝડપી લીધા હતા. જોકે, યુવતી અને 4 શખ્સો પોલીસને જોઈને ડીસા તરફ ભાગી ગયા હતા. સતલાસણા પોલીસે ધરપકડ કરાયેલા 2 સહિત 7 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા બે આરોપીઓ
1. ચાવડા (ઠાકોર) વશરામજી તેજાજી હામતજી (રહે. મીઠા, તા.ભાભર)
2. ઠાકોર તેજમલજી લવીંગજી જેસંગજી (રહે. ઝઝામ, તા.સાંતલપુર)
3. ભરતજી રતાજી (રહે. મીઠા, તા.ભાભર)
4.ઠાકોર ભરતજી (અસાણા, તા.ભાભર)
5. ઠાકોર વિષ્ણુજી (રહે. મોનપુરા (અસાણા)
6. હરેશ તુરી (રહે. મીઠા, તા.ભાભર)
7. સોનલ પંચાલ
સતલાસણા પોલીસે જણાવ્યું હતું કે, ભોગ બનનાર વૃદ્ધના દીકરા અને જમાઈએ વૃદ્ધનું અપહરણ કરી પૈસાની માંગ કરી હોવાનું સતલાસણા પોલીસને કહ્યું હતું. આથી ખેરાલુ અને સતલાસણા પોલીસની બે ટીમો બનાવી વૃદ્ધનું લોકેશન શોધતાં દિયોદર બોલતું હતું. જ્યારે પૈસા લઈને પાલનપુર એરોમા સર્કલ બોલાવ્યા હતા. જ્યાંથી પોલીસે વૃદ્ધને છોડાવ્યા હતા. બપોરે 3 વાગે અપહરણ કરાયેલા વૃદ્ધને રાત્રે 11 વાગ્યે છોડાવી લીધા હતા.