Crime News: કાનપુરના પનકી રતનપુર કોલોનીમાં અઠવાડિયા પહેલા લાપતા થયેલી સીઆરપીએફ જવાનની પત્નીની પ્રેમીએ ગળું દબાની હત્યા કરી હતી. કાનપુરના દેહાતના ભાઉપુર મૈથા પાસે એક નાળામાં લાશ ફેંકી દીધી હતી. પોલીસે પ્રેમીની કબૂલાત બાદ લાશ શોધી હતી.


શું છે મામલો


રતનપુરમાં રહેતા ઈન્દ્રપાલ સીઆરપીએફમાં તૈનાત છે. ચૂંટણીના કારણે તેની ડ્યૂટી મૈનપુરીમાં હતી. ઘરે પત્ની ગીતાદેવી બે સંતાનો સાથે રહેતી હતી. 20 ફેબ્રુઆરીએ ઈન્દ્રપાલે પત્નીને ફોન કર્યો તો તેણે ઉપાડ્યો નહીં. અનેક વખત ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતાં તેણે પોલીસને જાણ કરી.


પોલીસ મહિના ઘરે પહોંચી તો મહિલા ઘરે નહોતી. તેના રૂમમાંથી બીયરના ખાલી કેન, ગ્લાસ અને કેટલીક આપત્તિજનક વસ્તુઓ મળી હતી. પોલીસ મહિલાના ફોનનો સીડીઆર તપાસ્યો ત્યારે અંતિમ કોલ કાર મિકેનિક મુખ્તાર નામના શખ્સનો હતો. પોલીસે તેને અટકાયત કરી પૂછપરછ કરતાં સચ્ચાઈ કબૂલી લીધી. તેણે જણાવ્યું કે ગીતા સાથે પ્રેમસંબંધ હતો. આ દરમિયાન ગીતા અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હતી. ના પાડવાં છતાં પણ તે માની નહીં ત્યારે ઘટનાની સાંજે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને શબને નાળામાં ફેકી દીધું.


મુખ્તારે જણાવ્યું કે, તે ગીતાના પિયરનો રહેવાસી છે. ગીતા સાથે લગ્ન પહેલા જ સંબંધ હતો. જ્યારે તેનો પતિ ડ્યૂટી પર બહાર હતો ત્યારે ગીતાને ઘરે મળવા આવતો હતો. પોલીસે ગીતાની સીડીઆ ચેક કરી તો તેમાં મુખ્તાર પહેલા તેણે ગંગાગંજમાં રહેતા પ્રોપર્ટી ડીલર પુષ્પેંદ્ર સિંહ સાથે વાત કરી હતી. પોલીસે તેની પણ પૂછપરછ કરી.


ગીતાના પુત્રએ પોલીસને જણાવ્યું કે, પિતાની ગેરહાજરીમાં પ્રોપર્ટી ડીલર અને મુખ્તાર તેમના ઘરે આવતા હતા. મુખ્તારને ગીતા પ્રોપર્ટી ડીલર સાથે વાત કરે તે પસંદ નહોતું. મૃતકના મોટા પુત્રએ પોલીસને જણાવ્યું કે, ઘટનાની સાંજે મુખ્તાર તેની માતાને કારમાં સાથે લઈ ગયો હતો. પુત્રના કહેવા મુજબ કારમાં અન્ય બે લોકો પણ સવાર હતા. પોલીસ ગીતાની હત્યા કરવામાં મુખ્તારની મદદ કરનારા બે શખ્સોની શોધખોળ કરી રહી છે.