Karnataka: કર્ણાટકની એક સ્કૂલમાં માનવતાને શરમજનક સ્થિતિમાં મુકનારો કિસ્સો સામે આવ્યો છે, આરોપ છે કે, સ્કૂલમાં શિક્ષકે એક દસ વર્ષીય વિદ્યાર્થીને બેરહેમીથી ફટકાર્યો, પછી તેને સ્કૂલના પહેલા માળ પરથી નીચે ફેંકી દીધો હતો, જે પછી તેનુ મોત થઇ ગયુ હતુ. ઘટના કર્ણાટકના ગડક જિલ્લાના હગલી ગામની આદર્શ પ્રાથમિક વિદ્યાલયની છે.
પોલીસે બતાવ્યુ કે, હગલી ગામની આદર્શ પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક મુટ્ટૂ હદાલીએ વિદ્યાર્થીને સળીયાથી ફટકાર્યો, પછી તેને સ્કૂલના પહેલા માળેની બાલકનીમાંથી ધક્કો મારી દીધો હતો. ગંભીર ઇજા થવાના કારણે બાળકને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનુ સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયુ હતુ આરોપી ટીચર ફરાર છે, વિદ્યાર્થીનુ નામ ભરત હતુ, જે ચોથા ક્લાસમાં ભણતો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે જણાવ્યુ કે, - આ ઘટના રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા હગલી ગામમાં આદર્શ પ્રાથમિક શાળાની છે. આરોપ છે કે શાળાના કોન્ટ્રાક્ટ ટીચર મુથપ્પાએ ચોથા ધોરણના વિદ્યાર્થી ભરતને સળીયા વડે માર માર્યો હતો. પછી તેને બાલ્કનીમાંથી ફેંકી દીધો. હાલ પોલીસ મારપીટનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અનુસાર, આ ઘટનાની પાછળ પારિવારિક વિવાદ હોઇ શકે છે, એવુ લાગે છે કેમ કે આરોપી ટીચર મુથ્થૂ હદાલીએ આ પહેલા વિદ્યાર્થીની માં સાથે પણ મારામારી કરી હતી, જે આ સ્કૂલમાં ટીચર પણ છે. તેનો ઇલાજ સ્થાનિક હૉસ્પીટલમાં ચાલી રહ્યો છે, પોલીસ અનુસાર, ઘટના બાદ આરોપી શિક્ષક ફરાર થઇ ગયો છે, અને તેની ધરપકડ કરવા માટે દરોડા પાડવામા આવી રહ્યાં છે.
Karnataka : શ્રદ્ધા હત્યાકાંડ પાર્ટ-2 જેવો કિસ્સો, સગા દિકરાએ પિતાના 32 ટુકડા કર્યા
Karnataka Crime News: રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા વાકર હત્યા કેસની ગુથ્થી હજી ઉકેલાઈ નથી ત્યાં શ્રદ્ધા જેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કર્ણાટકમાં એક પુત્ર દ્વારા તેના સગા પિતાની નિર્મમ હત્યા કરી તેમના શરીરના 32 ટુકડા કરી નાખ્યા હોવાનું ખુલ્યું છે. કર્ણાટકના બાગલકોટમાં આ ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ શરીરના અંગોને બોરવેલમાં ફેંકી દીધા હતા.
હત્યાનો ખુલાસો થયા બાદ પોલીસે મૃતકના શરીરના અંગો કબજે કર્યા હતા. આરોપી વિઠ્ઠલા કુલાલીની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 6 ડિસેમ્બરે 20 વર્ષીય વિઠ્ઠલાએ કથિત રીતે ગુસ્સામાં તેના પિતા પરશુરામ કુલાલીની (53) લોખંડના સળિયાથી હત્યા કરી નાખી હતી. પરશુરામ દારૂના નશામાં આવીને તેના બે પુત્રોમાં નાના વિઠ્ઠલા સાથે અવારનવાર દુર્વ્યવહાર કરતો હતો. પરશુરામની પત્ની અને મોટો પુત્ર અલગ રહે છે.
ગત મંગળવારે પણ વિઠ્ઠલાના પિતાએ તેની સાથે દુષ્કર્મ શરૂ કર્યું હતું. જેથી ગુસ્સે ભરાયેલા પુત્રએ લોખંડનો સળિયો ઉપાડી પિતાની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ વિઠ્ઠલાએ પરશુરામના શરીરના 32 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ તેણે આ ટુકડાઓ બાગલકોટ જિલ્લાના મુધોલની હદમાં મંતુર બાયપાસ પાસે સ્થિત તેના ખેતરમાં બોરવેલમાં ફેંકી દીધા હતાં.