Kerala: સાઉથ ઇન્ડિયન સ્ટેટ કેરળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં એક ઘરની અંદર બે મહિલાઓના મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યા છે. આશંકા છે કે કાળા જાદુ-ટોળાના શકમાં આ હત્યાઓ કરવામાં આવી છે. તેને ઘરમાં જ દફનાવી દેવામાં આવી હતી. 


પોલીસ અનુસાર કાળા જાદુના ચક્કરમાં માનવ બલિની આશંકા છે. પોલીસે કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે, પોલીસે બતાવ્યુ કે, જે મહિલાઓની હત્યા કરવામાં આવી છે તે રસ્તાં પર લૉટરી ટિકીટ વેચીને પોતાનુ ગુજરાત ચલાવતી હતી. આરોપીઓએ પોતાની આર્થિક તંગી દુર કરવા માટે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કથિત રીતે તેમની બલી ચઢાવી દીધી છે. પોલીસે આરોપીઓના હવાલાથી બતાવ્યુ કે, મહિલાઓનુ પહેલા ગળુ દબાવવામાં આવ્યુ, અને પછી તેમના શરીરના ટુકડે ટુકડા કરવામાં આવ્યા, તેમને પથનમથિટ્ટા જિલ્લાના તિરુવલ્લામાં બે અલગ અલગ સ્થળો પર દફનાવી દેવામાં આવ્યા. 






પોલીસે બતાવ્યુ કે મહિલાઓની ઉંમર 50થી 55 વર્ષની વચ્ચેની હતી. આમાંથીા એક કદવંથરા અને બીજી નજીક સ્થિત કાલડીની રહેવાસી હતી. તે આ વર્ષે ક્રમશઃ સપ્ટેમ્બર અને જૂનમાં લાપતા થઇ ગઇ હતી. તેમની શોધખોળમાં પોલીસ લાગી હતી, આ દરમિયાન આ ઘટના કથિત રીતે માનવ બલી સાથે જોડાયેલી લાગી રહી છે. ધન પ્રાપ્તિ કરવાના ચક્કરમાં બે મહિલાઓની માનવ બલિ ચઢાવાઇ છે.


પોલીસે બતાવ્યુ કે, ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકોની ઓળખ ભગવંત સિંહ, તેની પત્ની લૈલા અને રશીદ ઉર્ફે મોહમ્મદ શફી તરીકે થઇ છે. એવી શંકા છે કે રશીદ જ આ મહિલાઓને દંપતીના ઘરે લાવ્યો હતો. દંપતિએ આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે તે મહિલાઓની માનવ બલિ આપી દીધી.