Wife Swapping in Kerala: કેરળમાં વાઇફ સ્વેપિંગનો પર્દાફાશ થયો છે. લોકો શારીરિક સંબંધ બાંધવા માટે તેમની પત્નીઓ અને અન્ય સ્ત્રીઓની અદલાબદલી કરતા હતા. આવા લોકોની સંખ્યા બે-ચાર નહીં, પરંતુ એક હજારથી વધુ છે. પોલીસે આ જૂથનો ખુલાસો કર્યો છે. એક મહિલાએ ફરિયાદ કરી કે સાત લોકોએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા ત્યારે પોલીસને આ ગ્રૂપ વિશે ખબર પડી હતી. કેરળ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે, જે બાદ મોટી માહિતી સામે આવી હતી.
પોલીસે શું કહ્યું
કોટ્ટયમ જિલ્લામાં કેરળ પોલીસે કરુકાચલ પોલીસે જણાવ્યું કે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, 25 થી વધુ લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને કેટલીક વધુ ધરપકડ થવાની સંભાવના છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગ્રુપમાં 1,000 થી વધુ યુગલો છે અને તેઓ સેક્સ માટે મહિલાઓની આપ-લે કરતા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓ રાજ્યના ત્રણ જિલ્લાના છે. રાજ્યભરના લોકો આ રેકેટનો ભાગ છે.
કેવી રીતે લોકોનો કરાતો હતો સંપર્ક
કોટ્ટાયમમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પહેલાએ ટેલિગ્રામ અને મેસેન્જર જૂથોમાં જોડાવું પડશે અને પછી બે કે ત્રણ યુગલો સમયાંતરે મળે છે. તે પછી મહિલાઓની અદલાબદલી થાય છે અને એક સમયે ત્રણ પુરૂષો એક મહિલાને વહેંચતા હોવાના કિસ્સાઓ પણ છે. કેટલાક પુરુષો પૈસા માટે સેક્સ કરવા માટે તેમની પત્નીનો ઉપયોગ કરતા હતા." પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા-અદલાબદલી જૂથમાં સામેલ લોકો વિશે વિગતો મેળવવા માટે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને આ જૂથના સભ્યો અન્ય કોઈ જૂથ સાથે હતા કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.