Vadodara Boat Accident:વડોદરના હરણી લેકમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને લઇને કેટલાક ચૌકાવનાર તથ્યો સામે આવ્યા છે. બોટ દુર્ઘટના ના આરોપીઓએ પરેશ શાહનો ભાંડો ફોડ્યો છે. પૂછતાછ દરમિયાન પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ શાહ જ લેક્ઝોન નું સંચાલન કરતા હોવાનું કબુલ્યું છે. તમામ આરોપીઓએ એક જ સુર પુરાવ્યો છે. 10 મહિના અગાઉ જ નિલેશ જૈન ને બોટિંગ સંચાલન નો કોન્ટ્રકટ આપ્યો હતો. તેમ છતાં પરેશ અને વત્સલ શાહ જ સંચાલન કરતા હતા.


નોંધનિય છે કે, બોટ દુર્ઘટના માટે એસઆઇટીની રચનામાં કરવામાં આવી છે. ત્યારે હવે બોટ દુર્ઘટનાકાંડમાં SITના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 10 દિવસમાં SITના રિપોર્ટ સોપવાનો  મુખ્યમંત્રીએ  આદેશ આપ્યો હતો.તપાસમાં કરારમાં ગેરરીતિ સંદર્ભે રિપોર્ટમાં ખુલાસો થાય તેની આશા સેવાઇ રહી છે. મામુલી ભાડે કરાર કેમ કરવામાં આવ્યો તે દિશામાં પણ પૂછપરછ થઇ રહી છે. મનપાના કયા અધિકારીઓને કરારમાં રસ હતો તેની સ્પષ્ટતા જરૂરી અહીં જરૂરી બની ગઇ છે. ટેન્ડર નામંજૂર કરાયા બાદ પુનઃ તે જ કંપની સાથે કરાર કેમ થયા. જેવા અનેક સવાલો આ ઘટના અંગે ઉપસ્થિત થઇ રહ્યાં છે. કોટિયા કંપની સાથે અધિકારીઓની મીલીભગત પર પણ અનેક શંકા કુશંકા સાથે સવાલો ઉભા થઇ રહ્યાં છે. કયા રાજનેતાના કોટિયા કંપની સાથે કનેક્શન હતા તેના ખુલાસા અંગે પણ રાહ જોવાઇ રહી છે.                                                                                           


શું હતી સમગ્ર ઘટના


વડોદરામાં હરણી તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકથી ભરેલી બોટ પલટી જતાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકો સહિત 14નાં મોત થયા હતા. ઉલ્લેખનિય છે કે અહીં સનરાઇઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે આવ્યા હતા. આ સમયે લાઇફ જકેટ વિના વિદ્યાર્થીઓને બોટિંગ કરવવામાં આવ્યું હતું. ક્ષમતાથી વધુ વિદ્યાર્થી બોટમાં બેસાડ્યા હોવાથી બોટ પલટી ગઇ હતી. જેમાં 14નાં મોત થયા હતા. આ મામલે એસઆઇટી તપાસ કરી રહી છે.