Crime News: રાજધાની નવી દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને માથામાં ઈંટોના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. મહિલા અને આરોપી વચ્ચે આડાસંબંધ હતા અને તે આરોપી પર લગ્નનું દબાણ કરતી હતી. મહિલા પરિણીત હતી અને તેને બાળકો પણ છે. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી છે.
શું છે મામલો
પોલીસે જણાવ્યું કે, વસંત કુંજના મસૂદપુર ગામમાં રહેતા સંજયની 2011માં પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. તેણે આઠ વર્ષ જેલમાં વીતાવ્યા હતા.24 મે ના જ વસંત કુંજના ચર્ટ રોડ પર એક પ્લોટમાંથી મહિલાની લાશ મળી હતી. જેની ઓળખ થઈ શકી નહોતી. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું, જે સ્થળેથી લાશ મળી તે સડકથી થોડું દૂર હતું અને માત્ર આસપાસ રહેતા લોકો જ ત્યાં શઈ શકે તેમ હતા. પોલીસને લાશ પાસેથી મહરોલીની દુકાનમાંથી ખરીદેલી એક બેગ પણ મળી હતી.
આ બેગના આધારે પોલીસને મૃતકની ઓળખ કરી હતી. આ મહિલાની ઓળખ વોર્ડ નંબર-3માં રહેતી સાનિયા તરીકે થઈ હતી. તે 22 મેથી ઘરેથી લાપતા થઈ હતી. પોલીસે જણાવ્યું કે, પતિ, માતા-પિતા અને બાળકોની પૂછપરછ કરાઈ. જેમાં તે વસંત કુંજ વિસ્તારના ચર્ચ રોડ સ્થિત શાંતિ કુંજમાં નોકરાણી તરીકે કામ કરતી હોવાનું જાણવા મળ્યું.
પોલીસને સીસીટીવી ફૂટેજમાં મૃતક મહિલા એક અજાણ્યા વ્યક્તિ સાથે જતી જોવા મળી હતી. આ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું ઘણા સમયથી મહિલા સાથે આડાસંબંધ હતા. જ્યારે તેણે લગ્ન માટે દબાણ શરૂ કર્યુ ત્યારે તેનાથી છુટકારો મેળવવા કાવતરું રચ્યું. જે મુજબ તેણે હત્યા કરતાં પહેલા દારૂ પીધો અને મૃતકને સાઇકલ દ્વારા હત્યાની જગ્યાએ લઈ ગયો. જ્યાં તેણે મહિલાની સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યો અને બાદમાં માથામાં ઈંટોના ઘા મારી હત્યા કરી.
Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા