Iskon Accident: અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતમાં કાર ચલાવનાર તથ્ય પટેલે કાર ઓવરસ્પીડમાં હોવાનું કબલ્યું છે. અકસ્માત બાદનો તેમનો વીડિયો સામે આવ્યો છે.
ઇસ્કોન બ્રીજ પર બુધવારે મોડી રાત્રે એક ભંયકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના કમકમાટી ભર્યો મોત થયા છે. ઓવરસ્પીડમાં આવતી કારે બ્રીજ પર ઉભેલા ટોળાને રોંધી નાખ્યા હતા. અકસ્માત બાદ કાર ચલાવનાર તથ્ય પટેલે કબલ્યું હતું કે, તે કાર ફુલ સ્પીડમાં ચલાવતો હતો, તથ્ય પટેલે ઘટના સ્થળે જ કબુલ્યુ હતુ કે તેમની કારની સ્પીડ 120 કરતા વધુ હતી. આ વીડિયો અકસ્માત બાદનો છે. તથ્ય જ્યારે પોલીસની ગાડીમાં જઇ રહ્યો હતો ત્યારે જ તેમણે આ વાત કબુલી હતી
ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં વધુ એક પોલીસકર્મીનું મોત, આરોપી તથ્ય પટેલને લઈને સામે આવી ચોંકાવનારી બાબતો
9 લોકોને પોતાની ગાડીથી કચડનાર તથ્ય પટેલને લઈને ચોંકાવનારી બાબતો સામે આવી છે. ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન મામલે અટકાયતનો દોર શરૂ થયો છે. આરોપી તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલને સરખેજ sg 2 માં લઈ જવામાં આવ્યા છે.
હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પોલીસ તેને મીડિયાથી દૂર રાખી રહી હોય તેવા આરોપ લાગ્યા છે. ટ્રાફિક પોલીસ આરોપીને છાવરવા પ્રયાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મીડિયાના કેમેરાથી દૂર રાખવા હોસ્પિટલથી બારોબાર ખાનગી રસ્તે પોલીસ તથ્યને લઈ ગઈ હતી. તો બીજી તરફ આ અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. જસવંતસિંહ નામના પોલીસ કર્મચારીનું મોત સારવાર દરમિયાન મોત થયું છે. આ સમગ્ર મામલામાં જસવંતસિંહ ફરિયાદ લેવા માટે સ્થળ ઉપર ગયા હતા.
તો બીજી તરફ હત્યારા તથ્ય પટેલના નવાબી શોખના એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ મોંઘીદાટ ગાડીઓ સાથે વિડીયો શૂટ કરાવવાનો પણ શોખીન છે. 2 મહિના અગાઉ પોતાની યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો અપલોડ કર્યો હતો.
નબીરા તથ્ય પટેલને બચાવવા માટે તેના પરિવારોએ નાટક શરૂ કર્યું હતું સારવાર આપવાના બહાને તથ્યને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તથ્યનો બાપ પ્રજ્ઞેશ પટેલ અનેક કેસનો ગુનેગાર છે. તથ્યના પરિવારજનોએ રાત્રે જ નાટક કર્યા હતા. નબીરાનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી છે.
આ અકસ્માતમાં મોતને ભેટેલા મોટાભાગના લોકો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના હતા. મોટાભાગના મૃતકો પીજીમાં રહેતા હતા. વાસ્તવમાં કાર-ડમ્પરનો અકસ્માત જોવા ટોળુ એકઠુ થયું હતુ. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનો ખુલાસો થયો હતો. અકસ્માત સર્જનાર કારમાં બે યુવક અને એક યુવતી હતા.