મહેસાણાઃ મહેસાણા શહેરના હાઈવે પર આવેલા એક સ્પા સેન્ટરમાં દરોડો પાડીને સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો છે. પોલીસે રેડ પાડીને પોતે મોકલેલા ડમી ગ્રાહકને યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપીને પાંચ લલના સાથે સ્પાના સંચાલક અને કર્મચારીને ઝડપી લીધો હતો. આ સ્પામાં નેપાળ તેમજ દેશના અન્ય રાજયેમાંથી યુવતીઓને બોલાવીને તેમની પાસે અનૈતિક ધંધો કરાવવામાં આવતો હતો. પોલીસે ઈમોરલ ટ્રાફીકીંગ પ્રીવેન્શન એકટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.
પોલી પાસેથી મળેલી વિગતો પ્રમાણે, અમદાવાદ હાઈવે પર આવેલા વાઈડ એન્ગલ કોમ્પલેક્ષના પ્રથમ માળે ધ તાજ સ્પા એન્ડ બ્યુટી નામે મસાજ સેન્ટર છે. આ સ્પાનો સંચાલક મહેસાણા તાલુકાના દેલોલી ગામનો જૈમીન પ્રહલાદભાઈ પટેલ છે. જૈમીન બહારથી છોકરીઓ બોલાવીને ગ્રાહકો સાથે શરીર સુખ માણવાના બદલામાં કમાણી કરતો હોવાની બાતમી મહેસાણા એસઓજીને મળી હતી.
પોલીસે આ બાતમી મળતાં ડમી ગ્રાહકને રૂપિયા 4000 આપીને મોકલ્યો હતો. ડમી ગ્રાહક સાથે શરીર સુખ માણવા યુવતી તૈયાર થઈ હતી ને બંને રૂમમાં ગયાં હતાં. ડમી ગ્રાહકે ઈશારો કરતાં પોલીસે રેડ પાડીને બંનેનેકઢંગી હાલતમાં ઝડપી લીધાં હતાં. યુવતીના પર્સમાંથી ડમી ગ્રાહકને આપેલા પૈસા પૈકીની રૂપિયા 500ની 6 નોટો સહિત રૂપિયા 12,5000ની મત્તા કબજે કરી હતી.
પોલીસને અન્ય રૂમમાંથી નેપાળ, મુંબઈ, સિક્કીમ, દિલ્હી, ઉત્તરાખંડની અન્ય ચાર યુવતી મળી આવી હતી. આ પૈકી હાલમાં મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રહેતી મુળ નેપાળની હોવાનું જણાવતી એક યુવતી પાસેથી ભારતનું આધાર કાર્ડ મળી આવ્યું છે.
પોલીસે સ્પા સેન્ટરની આડ નીચે સેક્સ રેકેટ ચલાવી રહેલા સંચાલક જૈમીન પટેલ અને કર્મચારી વિશ્વજીત પંકજજી ઠાકોર (રહેવાસી ચરાડા,માણસા)ની ધરપકડ કરીને તેમની સામે મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, વાઈડ એન્ગલ કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલી દુકાનોનું માસીક રૂપિયા 70 હજાર ભાડુ નક્કી કરીને જૈમીને અહીં સ્પા સેન્ટર શરૂ કર્યું હતું. તેની જાણ એસઓજી પોલીસને થતાં છટકુ ગોઠવીને તેના અનૈતિક ધંધાનો પર્દાફાશ કર્યો હતો.