મોરબીઃ માળિયાના વીરવિદરકા ગામે 10 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે અને આરોપીને જેલહવાલે કરી દીધો છે. ગત તા. ૧૧ ના રાત્રીના યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક રોહિત કોળી આરોપી દિનેશભાઈ નાયકની પત્નીની અવાર-નવાર છેડતી કરતો હતો અને તેને શરીરસુખ માટે દબાણ કરતો હોવાથી મોતને ધાત ઉતાર્યો. આરોપી દિનેશભાઈ નાયકે પોલીસને કબુલાત આપી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વીર વિદરકા ગામના રોહિત જીવાભાઇ સુરેલા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરેલ હાલતમાં ગત 11મી જાન્યુઆરીએ મૃતદેહ મળી આવ્યો હતો. જે આરોપી પર શંકા હતી તેનું માત્ર દિનેશ નામ હોવાનું જ પોલીસને જાણવા મળ્યું હતું. આ સિવાય પોલીસ પાસે કોઈ જ વિગત નહોતી. પોલીસે અલગ અલગ દીશામાં તપાસ ચલાવી કડીઓ મેળવવા કોશિશ કરી હતી.
તપાસ દરમિયાન આરોપીનો પત્તો મળ્યો હતો. આરોપી મૂળ એમપીના અલીરાજપુરનો હોવાનું અને તેનું નામ દિનેશ ગોવિંદ નાયક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની વધુ વિગતો મળતાં એમપીથી ઝડપી લીધો હતો. તેને મોરબી લાવી પૂછપરછ કરતા આરોપી દિનેશે કબૂલાત આપતા જણાવ્યું હતું કે મૃતક રોહિત દીનેશની પત્ની પાસે અવાર નવાર અશ્લીલ માંગણી કરતો હતો.
રોહિતની પજવણીથી કંટાળેલી પરણીતાએ અંતે પતિને જાણ કરી હતી. આથી દિનેશ રોહિતને સમજાવવા ગયો હતો. જોકે ઝઘડો વધી ગયો હતો. તેમજ મારમારી થતા આવેશમાં આવી માથાં પથ્થરના ઘા ઝીંકી તેમજ ગળામાં છરીના ઘા ઝીકી પતાવી દીધો હતો. આરોપી દિનેશ એમપીના અલીરાજપુરના મુંડાલથી ઝડપાયો છે.
Botad : રાજકીય આગેવાનને યુવતી સાથે બંધાયા શારીરિકસંબંધ, પતિને પડી ગઈ ખબર ને પછી તો.....
બોટાદઃ સેથળી ગામના રાજકીય આગેવાનની આડાસંબંધમાં હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કરી દીધો છે. પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ ઝૂલાસણની હત્યા કરવામાં આવી હતી. પત્ની સાથેના આડા સંબંધના કારણે પતિ એ જ હત્યા કરી હતી. મૃતક અગાઉ જુગારના ગુના પોલીસ ચોપડે નોંધાયેલ છે. પોલીસ દ્વારા અલગ અલગ 5 જેટલી ટિમો બનાવી ગણતરીની કલાકો માં હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
બોટાદ તાલુકાના સેથળી ગામે 16 જાન્યુઆરીએ ઘનશ્યામભાઈ ઝૂલાસણાની હત્યા કરવામાં આવેલ હતી. મૃતક બોટાદ તાલુકા પંચાયતમાં અગાઉ સભ્ય પણ રહી ચૂકેલ છે. 16 જાન્યુઆરીના રોજ આશરે 8 કલાકે રેફડા ગામ તરફ જતા વાડીના રસ્તા પર ઘનશ્યામભાઈની હત્યા થયાની પોલીસને જાણ કરવામાં આવેલ. હત્યાની જાણ થતાં જિલ્લા પોલીસ હર્ષદ મહેતા, ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ સહિત ઘટના સ્થળે દોડી આવેલ.
જ્યાં મૃતકના માથાના ભાગે ગંભીર પ્રકારના તિક્ષણ હથિયાર વડે ઘા મારી હત્યારાએ હત્યાને અંજામ આપેલ આરોપી ત્યાં નાશી છુટેલ. પોલીસ દ્વારા હત્યાને લઈ અલગ અલગ 5 ટિમો બનાવવામાં આવી અને આશરે 250 જેટલા લોકોની પોલીસ યુક્તિ મુજબ પુછપરછ કરવામાં આવી. પોલીસ દ્વારા તપાસ કરતા મૃતક જુગાર રમવાની ટેવ ધરાવતો હોય અગાવ બોટાદ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુન્હો પણ બે વાર દાખલ થયેલ છે તેવું પોલીસ દ્રારા જણાવવામાં આવ્યું.
આરોપીને ઝડપવા પોલીસ દ્રારા અલગ અલગ ટિમો દ્રારા તપાસ કરતા મૃતકની વાડીની નજીક જ્યંતીભાઈ ઈશ્વરભાઈ ડાભી અંગે પોલીસને મળેલ માહિતી મુજબ તપાસ કરી આરોપીને ઝડપી પૂછપરછ કરતા આરોપીના પત્ની સાથે મૃતક ઘનશ્યામભાઈના આડા સબંધ હોય જેના કારણે હત્યા થયાની કબૂલાત કરી હતી. તપાસ દરમ્યાન આરોપીએ કબૂલાત કરી. હત્યાની કબૂલાત કરતા જ્યંતીભાઈ ડાભી વિરુદ્ધ હત્યા નો ગુન્હો દાખલ કરી પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.