મોરબી: રાજ્યમાં હનીટ્રેપના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ટંકારાના હરીપર ગામનો યુવાન હનીટ્રેપમાં ફસાયો હતો.  અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા બાદ સ્ત્રી સાથે વાતચીત થઇ હતી. દિવ્યા ઉર્ફે પૂજા સ્ત્રી મિત્રે નામ આપ્યા બાદ રાજકોટ-ટંકારાના વિસ્તારમાં લઇ ગઈ હતી. બાદમાં અન્ય આરોપીઓ સાથે મળીને યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. યુવાનને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર  માર્યો હતો.  યુવાન પાસેથી 6 લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. 

મહિલાએ પાંચ દિવસ સુધી યુવક સાથે ફોનમાં વાત કરી

આ મહિલાએ યુવક સાથે ચાર પાંચ દિવસ સુધી ફોનમાં વાત કરી હતી. બાદમાં યુવકને મળવા માટે બોલાવ્યો હતો. અજાણ્યા નંબર પરથી આવેલો ફોન યુવકને 6 લાખમાં પડ્યો હતો. યુવકને દુષ્કર્મના કેસમાં ખોટી રીતે ફસાવી ધમકી પણ આપવામાં આવી હતી. 

પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી

આ બનાવ અંગે ફરિયાદી અજીતભાઈ મુળજીભાઈ ભાગિયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  આરોપી દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ, રમેશભાઈ કાળુંભાઈ જાદવ,સંજયભાઈ કિશોરભાઈ મકવાણા અને ઋત્વિક નામના સામે ફરિયાદ નોંધાઈ છે.  ટંકારા પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દિવ્યા અને આરોપી રમેશ બંને પતિ પત્ની હોવાની માહિતી મળી છે.  પતિ પત્ની એ અન્ય આરોપીઓ સાથે મળીને યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. 

યુવાનને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

મોરબીમાં હરીપરનો યુવાન આ હનીટ્રેપની ઘટનામાં ફસાયો હતો. જેમાં રાજકોટ-ટંકારાના વિસ્તારમાં અજાણી સ્ત્રી સાથે મળવાની લાલચ આપી હતી. જે બાદ અન્ય આરોપીઓ સાથે મળીને યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ યુવાનને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને યુવાન પાસેથી બળજબરીથી 6 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. 

આ ઘટના બાદ તમામ સામે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસ કામગીરી શરૂ કરી હતી. જે બાદ ટંકારા પોલીસે ફરિયાદના આધારે ચાર આરોપીઓને પકડ્યા હતા. જેમાં દિવ્યા, સંજય, ઋત્વિક અને રમેશ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

હનીટ્રેપના કેસમાં સતત વધારો

રાજ્યમાં હનીટ્રેપના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. યુવાનો અને વૃદ્ધો પણ આ હનીટ્રેપના શિકારમાં ઝડપથી ફસાઈ રહ્યા છે. કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ સ્ત્રીનો ફોન આવે તો તેની સાથે વાત કરવાથી બચો.