વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાંથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. ગોત્રી વિસ્તારમાં વિધર્મી યુવકોએ માતા અને પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ મામલે માતા અને પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ઇકબાલ અન્સારી અને મોહરમ અન્સારી નામના આરોપીઓની ધરપકડ કરી છે. માતાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. બાદમાં પુત્રીને પણ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. પુત્રીએ ગર્ભવતી થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી. વિધર્મી યુવકોઓ હિન્દૂ નામ ધારણ કરી પરિણીતાને ફસાવી હતી. માતાને ફસાવ્યા બાદ તેના નાણાં પણ પડાવ્યા હોવાની વાત સામે આવી છે.


કોંગ્રેસ છોડી AAPમાં જોડાયેલા કયા દિગ્ગજ નેતા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ?


તાજેતરમાં જ કોગ્રેસ છોડી આપમાં જોડાયેલા ભગુ વાળા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વાસ ફિલ્મસ ક્રીએશન ના નામે યુવતીને કામ આપવાની લાલચ આપી  દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ થઈ છે. યુવતીને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામા આવી છે. પોલીસે 376 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  વેરાવળમાં કાસ્ટીંગ કાઉચનો કિસ્સો આવ્યો સામે છે. યુવતીને મોડેલ તરીકે કાસ્ટ કરવા રાજકીય નેતા અને વિશ્વાસ ફિલ્મ્સ નામની વિડીયો મેકીંગ એજન્સીના માલિકે પોતાના ફ્લેટ પર યુવતી પર આચર્યું દુષ્કર્મ. વેરાવળ શહેરમાં વર્ષોથી કોંગી નેતા અને તાજેતરમાં aapમાં ભળેલા નેતા ભગુ વાળા વિરુદ્ધ યૂવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. 


આરોપી તે ભગૂ વાળા થોડા મહિના પેહલા કોંગ્રેસના ઊપપ્રમૂખ હતા, હાલ થોડા સમય પહેલા aap પાર્ટીમાં જોડાયા છે.  આરોપી વિશ્વાસ ફિલ્મસ નામની વિડીયો મેકિંગ એજન્સીનો માલિક હોય જેથી યૂવતીઓને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીનો આક્ષેપ છે. રાજેન્દ્ર ભવન રોડ પર ઓફીસ ધરાવતા આ આરોપી ભગૂ વાળાએ પોતાના ફ્લેટમા બોલાવી પ્રસિદ્ધ કરાવી દઈશ અને મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી પર બળાત્કાર ગૂજાર્યાની ફરીયાદ એક યુવતી દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી છે અને આરોપી ભગુને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


AAP ક્યારે જાહેર કરશે મુખ્યમંત્રીનો ચહેરો? સિસોદિયાની મોટી જાહેરાત


દિલ્હી ઉપ મુખ્યમંત્રો મનીષ સિસોદીયા ગુજરાતમાં ચૂંટણી પ્રચારે છે. ઉત્તર ગુજરાતમાં સિસોદીયાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, હવે બદલાવ આવીને રહેશે એવું ગુજરાતના લોકો કહે છે. દિલ્હી પંજાબમાં અમે જે વાયદાઓ આપ્યા એ પુરા કર્યા છે. ભાજપને સ્કૂલ, હોસ્પિટલ, સારા રસ્તાઓ આપવા તે લોલીપોપ છે. પંજાબમા સરકારી કર્મચારીઓના પગારની કોઈ સમસ્યા ન હોવાનો સિસોદીયાએ દાવો કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી 182 સીટો પર ચૂંટણી લડશે. સમય આવે મુખ્યમંત્રીનો ચહેરો આમ આદમી પાર્ટી જાહેર કરશે. ગીર સોમનાથના આપ ઉમેદવારનું દારૂ અંગેના નિવેદન પર સિસોદીયાની પ્રતિક્રિયા. ગુજરાતમાં સખ્તાય સાથે દારૂબંધી હોવી જોઈએ.


આમ આદમી પાર્ટી આવશે તો દારૂ બધીનો સખ્તાયથી અમલ કરાવશે. આપ ભાજપને ફાયદો કરાવવા માટે છે એ ભાજપનો ભ્રમ છે. ભાજપ પાસે કોઈ મુદ્દો જ નથી જેથી આપ કેજરીવાલ અને અમને ગાળો આપે છે. પૂર્ણ બહુમતની સરકારનો મનીષ સિસોદીયાએ દાવો કર્યો હતો. 27 વર્ષથી કોંગ્રેસે ભાજપ સાથે મળીને ભાજપની સરકાર બનાવી છે. પાટણ મા મનીષ સિસોદીયાએ રેલી નીકાળી હતી.