MP News: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને સોશિયલ મીડિયા વોટ્સએપ પર વીડિયો કોલ પર અશ્લીલ મેસેજ મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે મોડી રાત્રે એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો, જેમાં તે કપડા ઉતારીને નગ્ન થઈ ગઈ હતી. આ પછી બે અજાણ્યા નંબર પરથી અશ્લીલ ફોટા અને મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા. જે સંદર્ભે સાંસદે ટીટીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને અજાણ્યા ફોન નંબરો વિરુદ્ધ FIR નોંધી છે. ઉપરાંત પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


આ નંબરો પરથી આવ્યા હતા ફોન


ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને રવિવારે સાંજે મોબાઈલ નંબર 82807-74239 અને 63716-08664 પરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યા હતા. આ સાથે સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહને એક અશ્લીલ વીડિયો બતાવવામાં આવ્યો અને પછી મેસેજ કરવામાં આવ્યો. આ દરમિયાન જ્યારે તેણે વાત ન કરી તો અશ્લીલ વીડિયોમાંથી એક ફોટો મોકલવામાં આવ્યો, જેમાં સાંસદ અને યુવતીનું રેકોર્ડિંગ હતું. જે બાદ વોટ્સએપ વીડિયો કોલરે માં તેમની માંગણી નહીં સંતોષાય તો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી.. હાલમાં પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ 354, 507 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે.




નંબર ટ્રેસ કરવા માટે સાયબર સેલની લેવામાં આવી મદદ


ટીટી નગર પોલીસ સ્ટેશનના પ્રભારીએ કહ્યું કે સાંસદને કરવામાં આવેલા અજાણ્યા ફોન નંબરો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ પહેલા સાંસદને અશ્લીલ ફોટા મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસ અધિકારીએ કહ્યું કે નંબરો શોધવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે ટૂંક સમયમાં જ આરોપીઓને પકડી લેવામાં આવશે. પ્રજ્ઞા ઠાકુરને કોરોના પોઝિટિવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમને 5 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલમાં તેતેના નિવાસ સ્થાને આરામ કરી રહી છે.


બ્લેકમેલિંગ ગેંગ થઈ સક્રિય 


સોશિયલ મીડિયા પર વોટ્સએપ કોલ કરીને યુવતીઓની વીડિયો ક્લિપિંગ ચલાવીને લોકોને બ્લેકમેલ કરતી ગેંગ ઘણા સમયથી સક્રિય છે. થોડા દિવસો પહેલા છતરપુર જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય નીરજ દીક્ષિત સાથે પણ આવો જ એક કિસ્સો બન્યો છે. જો કે, અન્ય ઘણા કિસ્સાઓમાં લોકો બદનામીના ડરથી ફરિયાદ નોંધાવતા નથી અને તેના કારણે તેઓ ગેંગની જાળમાં ફસાઈ જાય છે.