અમદાવાદ: વિરમગામ અને અમદાવાદમાં રિવરફ્રન્ટ પર થયેલી હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. પૈસાની લેતી દેતીમાં મિત્રોએ હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. વિરમગામમાં રવિન્દ્ર લુહારની સ્મિત ગોહિલ અને યશ રાઠોડે હત્યા કરી હતી,ળી મારી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. હત્યા કર્યા બાદ સ્મિત ગોહિલ અને યશ રાઠોડ અમદાવાદ આવ્યા હતા. સ્મિત ગોહિલ પોતે ગુનામાં સામેલ હોવાથી પકડાઈ જવાનો ડર સતાવતો હતો. જેથી યશ પાસેથી હથિયાર લાવીને રિવરફ્રન્ટ પર પોતાને ગોળી મારી સ્મિતે આપઘાત કરી લીધો હતો. સાબરમતી નદીમાંથી ક્રાઈમ બ્રાન્ચે હથિયાર પણ કબ્જે કર્યું હતું. બાદ યશ રાઠોડની ક્રાઈમ બ્રાન્ચે
તો બીજી તરફ વલસાડ જિલ્લાના વાપી ખાતે ફાયરિંગ વિથ લૂંટની ઘટના બની છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે. એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી બુકાની પહેરી હથિયારો સાથે લુટારુઓ ત્રાટક્યા હતા. હથિયાર બતાવી લાખોની લૂંટ ચલાવી લૂંટારુઓ પળવારમાં જ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ છે. વલસાડ પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપવા પ્રયાસ કર્યા છે.
પલ્સર બાઈક પર બુકાની પહેરી 3 લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા
આ બનાવની વિગતો મુજબ વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલા અંબિકા જ્વેલર્સમાં એક પલ્સર બાઈક પર બુકાની પહેરી 3 લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા હતા. સૌપ્રથમ દુકાનમાં પ્રવેશી લૂંટારુઓએ હથિયાર બતાવી અને ત્યારબાદ દુકાનમાં હાજર કર્મચારી અને દુકાનદારને ધમકાવી દુકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી પળવારમાં જ ફરાર થઈ ગયા હતા. આમ સતત ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.લૂંટારુને ઝડપવા તપાસ તેજ કરી હતી.
છ લાખથી વધુની સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર
લૂંટારુઓ છ લાખથી વધુની સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. બનાવની જાણ થતા જ સ્થળ પર પહોંચીને પોલીસે આરોપીઓ સુધી પહોંચવા દુકાન અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
Maratha Reservation:મરાઠા અનામતને લઈ મહારાષ્ટ્રમાં લાગી આગ, આ દિગ્ગજ નેતાઓએ આપ્યા રાજીનામા
Science City: હવે સાયન્સ સિટીમાં ઉમેરાશે નવા આકર્ષણો, નૉલેજ માટે જાતજાતની ગેલેરી અને પાર્ક બનાવાશે