નવસારીઃ નવસારીમાં ચીખલીના મલવાડા ગામે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધાની ઘટના બની હતી. વિદ્યાર્થીની આત્મહત્યાને લઈને ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગામના લોકોએ આચાર્યના પતિને મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ શાળાને બંધ કરાવવાની માંગ કરી હતી. શાળાની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. લોકોનો આરોપ છે કે શાળાની શિક્ષિકાએ એકમ કસોટીની નોટબુક ઘરે રહી જતા વિદ્યાર્થિનીને માર માર્યો હતો. શિક્ષિકાના મારથી આહત વિદ્યાર્થિનીએ ઘરે જઈ આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે ગામના લોકો શાળામાં પહોંચ્યા હતા. જેથી ચીખલી પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને શાળા બંધ કરાવવાની માંગ કરી હતી.
Surat Crime : વિદેશથી પરત આવેલા બિઝનેસમેન 10માં માળેથી કૂદીને કરી લીધો આપઘાત, 6 મહિના પહેલા જ થયા હતા લગ્ન
સુરત : વિદેશથી આવ્યાં બાદ વેસુના વેપારીએ 10માં માળેથી છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલે વેપારીએ મોતને વ્હાલું કર્યું. છ માસ પહેલા જ લગ્ન થયા હતા. પરિવારમાં શોકનો માહોલ છે. વેસુ ખાતેના હેપ્પી ગ્લોરીયસના કાપડ વેપારીએ શુક્રવારે સવારે દસમાં માળેથી મોતની છલાંગ લગાવી છે. છ માસ પહેલા જ વેપારીના લગ્ન થયા હતા. અણધાર્યા પગલાથી પરિવારજનો ઘેરા શોક. મુળ રાજસ્થાનના 28 વર્ષીય વતની નિતીન મહેન્દ્રભાઈ જૈને આપઘાત કર્યો છે.
પરિવાર સાથે વેસુ સ્થિત હેપ્પી ગ્લોરીયસમાં બીજા માળે રહેતો હતો. રીંગરોડ ખાતે ઈન્ડીયા માર્કેટમાં કાપડ દુકાન ચલાવતો હતો. દરમિયાન શુક્રવારે સવારે નિતીન દસમાં માળે રહેતા સંબંધીને મળવા ગયો હતો. ત્યારબાદ દસમાં માળેથી ઝંપલાવી દીધું હતું. નીતિને દસમાં માળેથી કૂદકો માર્યો હોવાની જાણ થતાં પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. નીતિનને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.