Nikki Yadav News: Nikki Yadav News: પોતાની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા કરીને તેના મૃતદેહને ફ્રિજમાં છૂપાવનારા આરોપી  સાહિલ ગેહલોતના સગા-સંબંધીઓને  તેમના સંબંધો વિશે કોઈ માહિતી નહોતી. ગેહલોતના મામા યોગી માથુરે કહ્યું હતું કે તેમને બંને (નિકી અને સાહિલ) વચ્ચેના સંબંધો વિશે મીડિયા રિપોર્ટ્સ પરથી ખબર પડી હતી. "અમારામાંથી કોઈને ખબર ન હતી કે તેઓ સતત સંપર્કમાં હતા કે શું તેઓ પરિણીત છે કે અલગ થવા માંગે છે.






મને ગુસ્સો આવ્યો પણ...


માથુરે કહ્યું કે જો પરિવારને તેમના સંબંધો વિશે ખબર હોત તો આટલી મોટી ઘટના બની હોત નહીં. તેમણે કહ્યું કે પરિવારના સભ્યોએ આ ઘટનાને બનતી અટકાવી હોત. માથુરે કહ્યું, "જ્યારે અમે લગ્ન માટે ભેગા થયા (ગેહલોત અને તેના પરિવાર દ્વારા પસંદ કરાયેલ છોકરી વચ્ચે), અમને કંઈપણ ખબર ન હતી. અમે વિશ્વાસ કરી શકતા નથી કે શું થયું." "પરિવાર આઘાત અને દુઃખમાં છે.


સાહિલની સગાઈને યાદ કરતાં માથુરે કહ્યું કે સાહિલ અચાનક ગુમ થઈ ગયો અને પરિવારના સંપર્કમાં પણ નહોતો. તેમણે કહ્યું હતું કે હું ગુસ્સે હતો પરંતુ તેની (ગેહલોતની) માતાએ મને કહ્યું કે ગુસ્સો ન કરો, તે લગ્ન કરવા જઈ રહ્યો છે.


કોર્ટે પોલીસ કસ્ટડી વધારી


બીજી તરફ કોર્ટે સોમવારે આરોપી સાહિલ ગેહલોતની પોલીસ કસ્ટડીમાં બે દિવસનો વધારો કર્યો છે. દરમિયાન, તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું કે ઓક્ટોબર 2020માં આરોપી અને નિક્કી સાથે લગ્ન કરનાર પૂજારીની ઓળખ થઈ ગઈ છે અને તેની ચકાસણી થઈ ગઈ છે. ગેહલોતની પોલીસ કસ્ટડીમાં બે દિવસનો વધારો કરવા ઉપરાંત કોર્ટે અન્ય પાંચ સહ-આરોપીઓને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.


દિલ્હીમાં નિક્કી યાદવ મર્ડર કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ હત્યા કેસમાં મુખ્ય આરોપી સાહિલ ગેહલોત ઉપરાંત પોલીસે અત્યાર સુધીમાં વધુ 5 લોકોની ધરપકડ કરી છે. હવે પોલીસે આ મામલામાં નવો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી સાહિલે વર્ષ 2020માં જ નિક્કી સાથે લગ્ન કરી લીધા હતા. દિલ્હી પોલીસને હવે સાહિલ અને નિકીના લગ્નનું પ્રમાણપત્ર હાથ લાગ્યું છે.


પોલીસે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર 2020ના રોજ સાહિલે નોઈડાના ડેલ્ટા 1 સ્થિત આર્ય સમાજ મંદિરમાં નિક્કી પાસેથી સાત ફેરા લીધા હતા અને લગ્ન કરી લીધા હતા. આર્ય સમાજ મંદિરના પ્રમુખે જણાવ્યું હતું કે, મેં તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો લીધા હતા અને લગ્ન સાક્ષીઓની હાજરીમાં થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને ગ્રેટર નોઈડાની એક કોલેજમાં ભણ્યા હતા અને ત્યાં જ રહેતા હતા. મળતી માહિતી મુજબ સાહિલના આ નિર્ણયથી તેનો પરિવાર નાખુશ હતો. સાહિલના પરિવારે તેના લગ્ન 2 વર્ષ પછી 2022માં બીજે ક્યાંક નક્કી કર્યા હતા. પોલીસે કહ્યું હતું કે, જ્યારે સાહિલના લગ્ન નક્કી હતા ત્યારે તેના પરિવારે તેના લગ્નની વાત તેમનાથી છુપાવી હતી.


નિક્કીના પિતા તેના લગ્ન વિશે અજાણ હતા


દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ એક સનસની ખુલાસો કર્યો છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે, સાહિલના પિતા વીરેન્દ્રને ખબર હતી કે તેમના પુત્રએ નિકીની હત્યા કરી નાખી છે. જેના કારણે દિલ્હી પોલીસે સાહિલના પિતાની પણ ધરપકડ કરી છે. નિક્કીના પિતા દિલ્હી પોલીસની તપાસથી સંતુષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી તે ખુશ છે. તેમણે કહ્યું હતું કે, દિકરી નિક્કીએ સાહિલ સાથે છાનામાના લગ્ન કરી લીધા હોવાની વાતથી હું સંપૂર્ણપણે અજાણ હતો.