નોઇડાઃ ઉત્તર પ્રદેશના નોઇડામાં એક શિક્ષિકાને તેના જ 16 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ થયો હતો. બંન્ને એકબીજાને એટલો પ્રેમ કરવા લાગ્યા હતા કે શિક્ષિકા સગીર સાથે ભાગી ગઇ હતી. હવે વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા વિરુદ્ધ સેક્ટર 113 પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.


મળતી માહિતી મુજબ, સેક્ટર 123માં રહેતી 22 વર્ષની મહિલા ટીચર ઘરે બાળકોને કોચિંગ આપે છે. મહિલા ટીચરના ઘરની સામે એક 16 વર્ષનો છોકરો રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે સગીર છોકરો મહિલા ટીચર પાસે કોચિંગ માટે જતો હતો. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આરોપ છે કે બંને રવિવારે ઘરેથી ભાગી ગયા હતા. વિદ્યાર્થીના પિતા મૂળ દેવરિયાના છે. ફરિયાદમાં છોકરાના પિતાએ જણાવ્યું છે કે, તેમનો 16 વર્ષીય પુત્ર રવિવારે સવારે 1:30 વાગે તે તેની માસીના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ તે સાંજ સુધી પરત આવ્યો ન હતો.


પોલીસે મહિલા ટીચર  સામે ગુનો દાખલ કર્યો હતો


સગીર વિદ્યાર્થીના પિતાએ પોલીસને જણાવ્યું કે સામે રહેતી 22 વર્ષની યુવતીએ તેને ફસાવ્યો હતો. છોકરાના પિતાની ફરિયાદ બાદ પોલીસે શિક્ષિકા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.


આ મામલે એડિશનલ ડીસીપી આશુતોષ દ્વિવેદીએ કહ્યું હતું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે સગીર યુવતી પાસે ભણવા જતો હતો. પ્રેમ પ્રકરણની વાતો પણ સામે આવી છે. સર્વેલન્સ અને અન્ય માધ્યમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેની ઓળખ થઈ જશે.


CRIME NEWS: સુરતમાં બંગાળી યુવતીએ કર્યો આપઘાત, માતાએ કર્યો ચોંકાવનારો આક્ષેપ


સુરતના અડાજણ વિસ્તારમાં એક યુવતીએ આપઘાત કરી લીધો છે. અડાજણના મહાદેવ નગરમાં રહેતી બંગાળી યુવતીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ મૃતક યુવતીની માતાએ આ આપઘાત માટે પાડોશી મહિલાને જવાબદાર ઠેરવી છે. હિરલ નામની મહિલાએ આપઘાત કરનાર યુવતીને માર મારતા આપઘાત કર્યાની માહિતી સામે આવી છે. આપઘાત કરનાર યુવતીની માતાએ પણ પાડોશી મહિલા.પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. અડાજણ પોલીસે અકસ્માત નોંધ કરી વધુ તપાસ આરંભી છે.


સુરતમાં પતંગ ચગાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો


 સુરતના નાનપુરા વિસ્તારમાં પતંગ ચગાવતી વેળાએ બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ ઘર્ષણમાં પત્થરમારો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ સમગ્ર મામલે બંને જૂથ વચ્ચે સામસામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. જેમાં પોલીસે ૧૪ પુરષ અને ૫ મહિલા મળી ૧૯ લોકોની ધરપકડ કરી છે.


મળતી માહિતી મુજબ સુરતના નાનપુરા ખલીફા મહોલ્લામાં પતંગ ચગાવતી વેળાએ બોલાચાલી બાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને વાત વણસી જતા પત્થરમારો થયો હતો. આ ઘટનાને લઈને અહી વાતાવરણ તંગ બન્યું હતું. પત્થરમારામાં બે થી ત્રણ લોકોને ઈજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ અહી રહેલી ૪ ફોરવ્હીલ અને ૮ બાઈકને પણ નુકશાન પહોચ્યું હતું.