સુરતઃ ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પૂર્વ સરપંચના મોતનું રાઝ ખુલી ગયું છે. પૂર્વ સરપંચનું આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હતી. મૃતકની પત્ની અને તેના પ્રેમીએ મળીને હત્યા કરી નાખી હતી. હત્યાને આકસ્મિક મોતમાં ખપાવી દેવામાં આવ્યું હતું. મૃતકના અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. પોલીસને શંકા જતા તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.


હત્યારી પત્ની ડિમ્પલ સેવણીયા ઐતિહાસિક દાંડી યાત્રાના ગાંધી આશ્રમ ઉમરાછીના સંચાલન કરતા હતા. જ્યારે હત્યારો પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા અમદાવાદ ઓફિસથી ગાંધી આશ્રમની વિઝીટ કરવાની નોકરી કરતો હતો. આમ, વારંવાર મુલાકાતો થતી હોવાથી બંનેને આંખ મળી ગઈ હતી. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ વીરેન્દ્રસિંહ સેવાનીયા આડખીલી બનતો હોવાથી તેને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું. 


પ્લાન પ્રમાણે ડિમ્પલે  15મેની રાતે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો.  માજી સરપંચ અને વ્યવસાયે વકીલ એવા પતિની અડધી રાત્રે પત્નીના પ્રેમીએ પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ પછી પત્નીએ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની સતર્કતાને કારણે સમગ્ર હત્યાકાંડ સામે આવ્યો છે. ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 


સુરત ગ્રામ્ય પોલીસે હત્યા કરનાર પત્ની ડીમ્પલ અને પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્માની ધરપકડ કરવામાં આવી છે.


સુરતઃ ભાભીના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે એવું કર્યું કારસ્તાન કે જાણીને ચોંકી જશો


સુરતઃ અડાજણમાં કૌટુંબીક દિયરનું કારસ્તાન સામે આવ્યું છે. ભાભીના એક તરફી પ્રેમમાં પાગલ બનેલા કૌટુંબિક દિયરે ઓનલાઈન ઓર્ડર કરી અંડર ગારમેન્ટ મોકલ્યા હતા.  છેલ્લા ત્રણ મહિનાથી સતત પરણિતાના નામે ઓનલાઈન ઓર્ડર કરી પાર્સલ મોકલાવતો હતો. પણ પરણીતાએ પાર્સલ ના છોડવતા  આજુબાજુના રહીશોના એડ્રેસ ઉપર પાર્સલ મોકલાવતો હતો. 


આખરે કંટાળીને પરણીતાએ સાઈબર સેલમાં અરજી કરી હતી.  ઓનલાઈન ઓર્ડરના આઇપી એડ્રેસ પરથી અડાજણ પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે.  આરોપીને ડિટેઈન કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે.