પાટણઃ હારીજના ચાબખા ગામના યુવકની 5 જાન્યુઆરીએ કેના માંથી મળેલી લાશ મામલે હત્યાનો ગુનો દાખલ થયો છે. 5 જાન્યુઆરીએ ચાબખા ગામના હમીર ઠાકોરની લાશ તેમના છકડા સાથે હારીજના ખોરસમ ગામ નજીકથી નર્મદા મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી. ગામની જ પરણિત મહિલા સાથેના આડા સબંધમાં હમીર ઠાકોર નામના યુવકની હત્યા કરાઈ હતી.


હમીર ઠાકોર 4 જાન્યુઆરીએ ઘરેથી પોતાનો છકડો લઈ હારીજ ખાતે કામ અર્થે ગયો હતો. આરોપીએ હમીરભાઈને હારીજ-રાધનપુર રોડ પર રોકી ગુપ્તાંગના ભાગે ધોકા વડે મારા મારી બેભાન કર્યો હતો. બેભાન કરી હમીરને છકડામાં બેસાડી કંબોઈ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ફેંકી દીધો. આરોપીઓ એ અકસ્માત જોવો દેખાવ કરવા હત્યા કરી રચ્યું કાવતરું. 


હમીર ઠાકોરના નાના ભાઈએ  છ ઈસમો સામે નોંધવી મોટાભાઈની હત્યાની ફરિયાદ. આડા સબંધની અદાવતમાં કારવાતરું રચી કરેલ હત્યામાં  IPC 302,201,34,120B,427 સહીતની કલમ મુજબ ગુનો દાખલ. ચાણસ્મા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


Mehsana : 23 વર્ષની એક સંતાનની માતાને 15 વર્ષના છોકરા સાથે બંધાયા શરીર સંબંધ, છોકરાના બર્થ ડે પર બંને ભાગી ગયાં, પ્રેમિકાએ પ્રેમીના પિતાને કર્યો ફોન ને....


મહેસાણાઃ મહેસાણા શહેરમાં એક સંતાનની માતા એવી 23 વર્ષીય યુવતીને પોતાનાથી 8 વર્ષ નાના એટલે કે 15 વર્ષના કિશોર સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને ગૂપચૂપ મળતાં હતાં ને જલસા કરતા હતાં. દરમિયાનમાં 25 જાન્યુઆરીએ છોકરાનો બર્થ ડે હતો ત્યારે છોકરો ઘરેથી દાગીના તથા રોકડા લઈને નિકળ્યો હતો. 23 વર્ષીય પ્રેમિકા સાથે આ 15 વર્ષીય કિશોર ભાગી ગયો હતો.  આ અંગે ફરિયાદ નંધાતાં  6 દિવસ અગાઉ ભાગેલાં પ્રેમી-પંખીડાને એ-ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધાં હતાં. કિશોરના નિવેદનના આધારે એ-ડિવિઝન પોલીસે પરિણીતા સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધીને મેડિકલ પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી છે.


શહેરના એક વિસ્તારમાંથી 15 વર્ષીય કિશોર જન્મદિવસે ગુમ થયો હતો. 25 જાન્યુઆરીએ ગુમ થયેલા કિશોરનાં માતા-પિતાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને નિકળેલો કિશોર યુવતી સાથે ભાગ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.


દરમિયાનમાં કિશોરના મોબાઈલ પરથી 23 વર્ષીય યુવતીએ પિતાને ફોન કરતાં તેની સાથે ભાગ્યો હોવાની કિશોરના પિતાને જાણ થઈ હતી. એ-ડિવિઝન પોલીસે પરિવારજનોને ફોન પર વાતચીત ચાલુ રાખવાનું કહીને લોકેશનના પ્રયાસો શરૂ કર્યા હતા. મોબાઈલ સર્વેલન્સમાં કિશોર દક્ષિણ ગુજરાતમાં હોવાનું જાણવા મળ્યું હતું. એ-ડિવિઝન પોલીસની ટીમે તેના આધારે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી કિશોર અને યુવતીને ઝડપી લીધાં હતાં. મહેસાણા લાવીને કિશોરની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.


કિશોરને ભગાડી જનારી યુવતી 23 વર્ષની અને તેને એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કિશોર અને યુવતીનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવીને યુવતી સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસસી, એસટી સેલના ડીવાયએસપીને સમગ્ર કેસની તપાસ સોંપાઈ હતી.


પ્રેમિકા સાથે ભાગેલા કિશોરનો 25 જાન્યુઆરીએ જન્મદિવસ હતો. તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને આવું છું એમ કહીને કિશોર રૂપિયા 10 હજાર રોકડા, સોનાનો દોરો અને 6 જોડી કપડાં લઈને જતો રહ્યો હતો. 25 જાન્યુઆરીએ પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કિશોર અને યુવતી મહેસાણા બસ પોર્ટ પરથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા હતા. કિશોરે પૂછપરછમાં જણાવ્યું હતું કે, વડોદરામાં સોનાનો દોરો રૂપિયા 50 હજારમાં એક દુકાન પર એક માસ માટે ગીરવી મૂક્યો હતો. બાદમાં તેઓ ભરૂચ, સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ પહોંચ્યાં હતાં. સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પોલીસે બંનેને પકડી લીધાં હતાં.