પાટણઃ ચાણસ્માના મીઠી ઘારિયાલ ગામે ગુમ થયેલા પતિનો હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશને ખેતરમાં દફનાવી દીધી હતી. ત્રણ મહિના બાદ લાશને બહાર નિકાળી પોલીસે હત્યા કરનાર પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે. 

Continues below advertisement

આ અંગેની વિગતો એવી છે કે, મીઠી ઘારિયાલની પરિણીત યુવતીને ગામના જ અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતા. બંને પતિની જાણ બહાર મળતા હતા અને ખેતરમાં રંગરેલિયા મનાવતા હતા. જોકે, બંનેના પ્રેમસંબંધમાં પતિ આડખીલી હતો. 

આથી પત્ની અને પ્રેમીએ સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હતી. તેમજ લાશ ખેતરમાં જ દફન કરી દીધી હતી. આ પછી ખૂદ પત્નીએ જ બીજા દિવસે પતિ ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

Continues below advertisement

પોલીસને પતિ ગુમ થવાના કેસમાં પત્ની પર જ શંકા જતા તેમણે તપાસ કરતાં યુવતીના આડાસંબંધનો ખુલાસો થયો હતો. બંનેની અટકાયત કરી પૂછપરછ કરતાં તેમણે જ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આ પછી ખેતરમાંથી પોલીસે લાશ બહાર કાડી હતી અને બંનેની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Banaskantha : સ્કૂલ પાસેથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?

અમીરગઢઃ બનાસકાંઠા જિલ્લામાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવતીની હત્યા કરાયા પછી યુવતીની લાશ સ્કૂલ પાસે ફેંકી દીધી હોવાનું પોલીસનું અનુમાન છે. અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમીરગઢની મોડેલ સ્કૂલ પાસે યુવતીનો મૃતદેહ મળ્યો છે. શરીર પર ઘા મારેલ હાલતમા યુવતીનો મૃતદેહ મળ્યો છે. યુવતીની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું અનુમાન છે. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહનો કબ્જો લીધો છે.