Pilibhit Crime:પીલીભીતમાં બનેલી ઘટના બાદ પોલીસ આરોપી પિતાને શોધી રહી છે. બાળકીની માતાનો આરોપ છે કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેના પતિએ તેના પેટ પર ઘણી વખત લાત મારી હતી અને ધમકી આપી હતી કે,  ફરીથી બાળકીનો જન્મ થશે તો તેને છૂટાછેડા આપી દઇશ


ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીંના એક ખાનગી ક્લિનિકમાં 37 વર્ષીય વ્યક્તિએ તેની બે દિવસની બાળકીને ફ્લોર પર પટકીને મારી નાખી, . જેના કારણે બાળકીનું  મોત થયું હતું. કહેવાય છે કે બે દીકરીઓ થયા પછી તેને એક દીકરો જોઈતો હતો, પરંતુ દીકરીનો જન્મ થતાં પિતાએ આવું ક્રૂપ  પગલું ભર્યું. તેમની પત્ની શબ્બો બેગમે પોલીસ ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેમની બે દીકરીઓના જન્મ પછી ફરી દીકરીનો જન્મ થતાં પતિએ દીકરીની હત્યા કરી દીધી.


પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે જ્યારે મેં બાળકીને જન્મ આપ્યો ત્યારે મારા પતિએ બાળકીને પોતાના હાથમાં લઈને  તેને જમીન પર ફેંકી દીધી હતી. બાળકીનું મોત થયું હતું. તેણીએ કહ્યું કે બાળકને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ હતી અને ડોકટરોએ તેમને બાળકીને વધુ સારી તબીબી સુવિધાઓવાળી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી, પરંતુ તેના પતિએ ના પાડી. 28 વર્ષીય શબ્બો બેગમના લગ્ન લગભગ પાંચ વર્ષ પહેલા સીમાંત ખેડૂત 32 વર્ષીય મોહમ્મદ ફરહાન સાથે નિકાહ થયા હતા. તે પુરનપુર કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળના સિરસા ગામમાં તેની બે પુત્રીઓ સાથે રહે છે. તેણે આરોપ લગાવ્યો કે જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારે તેના પતિએ તેના પેટ પર ઘણી વાર લાતો મારી હતી અને દીકરીનો જન્મ થશે તો ડિવોર્સ આપવાની પણ ધમકી આપી હતી.        


'2024 માં વિપક્ષ ભાજપને હરાવશે, પરિણામો લોકોને ચોંકાવશે', રાહુલ ગાંધીનો અમેરિકામાં મોટો દાવો


Rahul Gandhi in America: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે અને તેઓ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં અનેક સવાલોના જવાબ આપ્યા અને આગામી વર્ષની લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષો એક સાથે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે  મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કરશે અને લોકોને ચોંકાવશે.  વિપક્ષ પોતાના દમ પર એકલા જ ભાજપને હરાવી દેશે.





'ભારતમાં વિપક્ષ એક થયા, જમીન પર ઘણું બધું થઈ રહ્યું છે'


વોશિંગ્ટન ડીસીના પ્રેસ ક્લબમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં વિપક્ષ એક થયા છે. જમીન પર ઘણું બધું થઈ રહ્યું છે. આ સરકાર સામે છૂપો અંડર કરંટ છે જે આગામી ચૂંટણીઓમાં લોકોને આશ્ચર્યચકિત કરશે. લોકસભાની ચૂંટણીને આડે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે અને કોંગ્રેસ અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે સતત વાતચીત કરી રહી છે.


ભારત જોડો યાત્રા અને માનહાનિના કેસમાં આ વાત કહી


ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં સમગ્ર વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. સંસ્થાઓ કબજે કરવામાં આવે છે. અમે લોકતાંત્રિક લડાઈ લડવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. એટલા માટે થોડા મહિના પહેલા અમે ભારતભરમાં ફરવાનું વિચાર્યું હતું.


બીજી તરફ પોતાના પર થયેલા માનહાનિના કેસ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એવો પહેલો વ્યક્તિ બનીશ કે જેને માનહાનિના મામલામાં સૌથી મોટી સજા થશે અને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડશે પરંતુ રાજકીય રીતે આનાથી મને મોટી તક મળી છે.