Bhavnagar : ભાવનગરના તળાજામાં પત્નીના મૃત્યુ પાછળ જવાબદાર પ્રોફેસર પતિની પોલીસે ધરપકડ કરી છે. પ્રોફેસર પતિ દેવજી મારુંએ પોતાની પત્ની હંસાબેન મારુને ઘણા લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો જેના કારણે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.
તળાજાના સરકારી વિનય કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતો દેવજી મારુને અન્ય સ્ત્રી સાથે આડ સંબંધ હોવાનો આરોપ છે. આ ઉપરાંત તેણે તેની પત્ની હંસાબેન મારુ પાસે દહેજની માંગ કરી વારંવાર ઝગડો પણ કરતો હતો. આ સાથે દેવજી મારુએ તેની પત્નીને રૂમમાં ગોંધી રાખી હતી અને જમવાનું પણ આપતો ન હતો. જે બાદ સારવાર દરમિયાન હંસાબેનનું મૃત્યુ થયુ હતું.
તળાજા પોલીસે આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધી પ્રોફેસરની કુંડળી કાઢી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. એ દરમિયાન આજે પ્રોફેસર પતિ ઠળિયા ગામેથી ઝડપાઈ ગયો હતો.
જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળ્યાનો દાવો
જ્ઞાનવાપી મસ્જિદમાં 14 મેથી ચાલી રહેલ સર્વેનું કામ મંગળવારે સમાપ્ત થયું. હવે સર્વેનો રિપોર્ટ બુધવારે 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ પક્ષકારો દ્વારા તમામ પ્રકારના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં હિંદુ પક્ષના મતે મસ્જિદમાંથી વજુખાનામાં નંદીના મોં આગળ 12 ફૂટ 8 ઈંચ વ્યાસનું શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હવે હિન્દુ પક્ષ શિવલિંગ મળનાના દાવાને લઈને કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તેને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે. તેમજ તે જગ્યાએ કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો જોઈએ. બીજી તરફ, હિંદુ પક્ષ કોર્ટમાં રિપોર્ટ રજૂ ન થાય ત્યાં સુધી વજુખાનાને સાચવવાની તૈયારી કરી રહ્યું છે.હિન્દુ કહે છે કે વજુખાનાની બરાબર મધ્યમાં ત્રીસ બાય ત્રીસ ફૂટની આકૃતિ મળી આવી છે. જેના વિશે હિન્દુ મક્કમતાથી દાવો કરે છે કે તે શિવલિંગ છે. જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તે એક ફુવારાનો ભાગ છે જે દસ વર્ષ પહેલા સુધી કામ કરતું હતું.