Attack on Punjabi Singer Alfaz: પંજાબી ગાયક અલ્ફાઝ પર જીવલેણ હુમલો થયો છે. આ કેસમાં પોલીસે હુમલાખોર વિક્કીને કસ્ટડીમાં લીધો છે. આરોપી વિક્કીને હરિયાણાના પંચકુલામાંથી પકડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, નજીવી બાબતે હંગામો થયો હતો અને વિકી નામના વ્યક્તિએ પંજાબી ગાયક સાથે મારપીટ કરી હતી. હુમલા બાદ ઘાયલ થયેલા સિંગર અલ્ફાઝની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


ઘાયલ પંજાબી ગાયકને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બોલિવૂડ સિંગર અને રેપર હની સિંહે પંજાબી સિંગર અલ્ફાઝની તસવીર શેર કરીને આ વિશે માહિતી આપી હતી.


અલ્ફાઝની હાલત ગંભીર


જાણીતા સિંગર હની સિંહે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું કે સિંગર અલ્ફાઝને હોસ્પિટલના બેડ પર જોઈ શકે છે. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેણે એ પણ જણાવ્યું કે અલ્ફાઝની હાલત નાજુક છે. હનીએ સિંહને ચેતવણી પણ આપી હતી કે જે પણ મારા ભાઈ અલ્ફાઝ પર હુમલો કરશે, તે તેને છોડશે નહીં. તેણે લોકોને અલ્ફાઝ માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી હતી.


વર્ષ 2011માં પંજાબી ગીતથી ડેબ્યૂ કર્યું હતું


સિંગર અલ્ફાઝ પંજાબમાં ખૂબ પ્રખ્યાત છે. તે એક અભિનેતા અને મોડેલ તેમજ લેખક તરીકે ઓળખાય છે. અલ્ફાઝનો જન્મ ચંદીગઢમાં થયો હતો અને તેનું મૂળ નામ અનંતજોત સિંહ પન્નુ છે. વર્ષ 2011માં તેણે પંજાબી ગીત 'હાય મેરા દિલ સે' સિંગિંગમાં ડેબ્યૂ કર્યું હતું. પંજાબી સિંગર અલ્ફાઝે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે, ઘણા કલાકારો અને ચાહકો તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.






સુરતમાં પત્ની સાથે ગરબા રમતો હતો પતિ, છાતીમાં દુઃખાવો ઉપડ્યો ને.....


હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે. સાતમા નોરતાએ સુરતમાં એક કરૂણ ઘટના બની હતી. પત્ની સાથે ગરબા રમી રહેલા પતિનું તબિયત લથડતાં મોત થયું હતું. જેને લઈ શોકનો માહોલ છવાઈ ગયો છે.


ક્યાંની છે ઘટના


સુરતના લિંબાયતમાં પત્ની સાથે ગરબા રમતી વખતે તબિયત લથડતા પતિનું મોત થયું. પત્ની સાથે ઘરમાં જ ગરબા રમતી વખતે દિપક પાટીલને છાતીમાં દુઃખાવો ઉપડયો  હતો. જેના કારણે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. યુવક ઘરના હોલમાં વચ્ચે ખુરશી મુકી પત્ની સાથે ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન તેની પત્ની થાકી જતાં સાઈડમાં બેસી ગઈ હતી પણ દિપક ઉત્સાહથી ગરબા રમી આનંદ માણી રહ્યો હતો. આ સમયે અચાનક જ દિપકની છાતીમાં દુઃખાવો થતા બેસી ગયો હતો અને તરત જ બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.  જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે દિપકનું પોસ્ટમોર્ટમ થયુ હતં. જેમાં તેના વિવિધ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. મૃતક મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.