Chhattisgarh News:રાયગઢમાં લિવ ઇન દરમિયાન યુવતી પ્રેગ્નન્ટ થઇ ગઇ તો દાનિશ ખાને કોઇ અજાણી ગર્ભપાતની દવા આપી દેતા યુવતીનું મોત થઇ ગયું. યુવતીએ મોત પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેના દ્રારા આ હકીકત સામે આવી


છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી દાનિશ ખાને પરિણીત હોવા છતાં એક યુવતીને તેની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રાખી હતી. યુવતી ગર્ભવતી થતાં તેને અજાણ્યા ગર્ભપાતની દવા ખવડાવી હતી. જેના કારણે યુવતીનું મોત થયું છે. આ મામલો 8 માર્ચનો છે.  બિલાસપુરની હોસ્પિટલમાં  યુવતીનું  મોત થયું હતું.બે મહિના બાદ હવે દાનિશની ધરપકડ કરવામાં આવી છે.આવો એક નજર કરીએ આ હ્રદયદ્રાવક કહાની પર.


દાનિશે ગર્ભવતી યુવતીને અજાણી દવા ખવડાવી હતી


હકીકતમાં, 27 વર્ષીય દાનિશ ખાન રાયગઢના ઈન્દિરા નગરનો રહેવાસી છે. દાનીશે યુવતીને અસુરક્ષિત રીતે ગર્ભપાત માટે દવા આપી હતી, જેના કારણે યુવતીની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ કિસ્સામાં, રાયગઢના ચક્રધર નગર પોલીસ સ્ટેશનમાં 29 મેના રોજ દોષિત માનવહત્યા (સેક્શન 304 IPC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પછી, 30 મેના રોજ, પોલીસે દાનિશની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો, બાદ તેને તેને ફરી જેલમાં મોકલવામાં આવ્યો છે.


બે મહિના પછી અચાનક આ મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો?


જે યુવતીનું બે મહિના પહેલા મૃત્યુ થયું હતું. તેણે મૃત્યુ પહેલા 3 ભાગમાં પોતાની આપવિતીનો  વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં યુવતીએ દાનિશ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે જણાવ્યું કે, દાનિશ તેના કપડા ઉતારીને તેને બેલ્ટ વડે મરતો હતો. તે ઘરને તાળું મારીને જતો હતો. વીડિયો બનાવતી વખતે યુવતી તેનાથી ડરી ગઈ હતી. તેણે કહ્યું કે મહેરબાની કરીને તેને શક્ય તેટલું મારાથી દૂર રાખો. તેણે મને તેના લગ્ન વિશે છેતરપિંડી કરી અને ક્યારેય મારી સાથે લગ્ન કર્યા નથી. અમારા બંનેનું એક  બાળક પણ  હતું, તેણે તે બાળક કોઈને આપ્યું છે, આ  વ્યક્તિ કોઈપણ સ્ત્રી સાથે રહેવા લાયક નથી.


સંબંધીઓએ કહ્યું કે, ડેનિશે બાળકીને વેચી  કે મારી નાખ્યું?


જ્યારે યુવતીનો વીડિયો વાયરલ થયો ત્યારે લોકોને દાનિશની સાચી હકીકત જાણવા મળી. યુવતીના સંબંધીઓએ રાયગઢના ચક્રધર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મૃતક યુવતીના પરિવારજનો, તેના ભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે,” દાનીશે મારી બહેનને ફસાવી હતી. તેણી પરિણીત હોવાની માહિતી છુપાવીને તેણીને ગર્ભવતી બનાવી હતી.જે બાદ તેણે બહેનને ઘરમાંથી કાઢી મુકી હતી. આ પછી  ઘણી હેરાનગતિ અને સતામણી કરવામાં આવી હતી. પ્રાણીઓની જેમ તેને એક રૂમમાં પુરીને રાખવામાં આવી હતી.  જ્યારે તેને એક બાળકીને જન્મ આપ્યો તો તેને તેમણે  ક્યાંક વેચી દીધી કે પછી  હત્યા કરી નાખી કંઇ ખબર નથી. દાનિશ  બહેનને બાળકીના નામે પણ  બ્લેકમેલ કરતો હતો. દાનીશે બહેનની હત્યા કરવા માટે જે દવા પિવડાવી દીધી પરિણામ સ્વરૂપ તેનું મોત થઇ ગયું’


ગર્ભપાતની દવાને કારણે યુવતીનું મોત


આ મામલામાં રાયગઢના એડિશનલ એસપી સંજય ધ્રુવે બંનેને પતિ-પત્ની ગણાવ્યા અને કહ્યું કે તેઓ 2 વર્ષ સુધી પતિ-પત્ની તરીકે સાથે રહ્યા હતા.પછી મહિલા ગર્ભવતી થઈ, ત્યારબાદ તેના પતિએ તેને ગર્ભપાતની દવા આપી. તેમાં તેનું મોત થયું હતું. યુવતીના નિવેદનના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.કલમ 304 હેઠળ ચક્રધર નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.