Rajkot : રાજકોટના રામનાથપરામાં કેશવ કુંજ એપાર્ટમેન્ટમાં બે બુકાનીધારી શખ્સો દ્વારા સનસનીખેજ લુટ ચલાવવામાં આવી છે. આંગડિયાના મેનેજર પોતાના ઘરે જતા હતા ત્યારે જ હથિયારો સાથે બે બુકાનીધારી શખ્સો પહોંચ્યા હતા.
લૂંટારૂઓ મેનેજર પાસેથી આશરે 19 લાખ 54 હજાર રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. રાજકોટ શહેરના માંડવી ચોક નજીક આવેલ પી.મગનલાલ નામની પેઢીના મેનેજર પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારુ ફરાર થઈ ગયા છે.
લૂંટની ઘટનાની જાણ થતાં એ ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ લૂંટારૂઓનો શોધખોળ શરૂ કરી છે. રાજકોટ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરીને લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ શહેરના અલગ અલગ જગ્યા ઉપર નાકાબંધી કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા
અમદાવાદ શહેરના ઇસનપુરમાં જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે. યુવક મંદિર પાસે ઉભો હતો. આ જ સમયે એક કિશોર સહિત ત્રણ શખ્સે હુમલો કર્યો હતો. મૃતક શાકની લારીઓ ઉપરથી રૂપિયા ઉઘરાવતો હોવાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે. ગઇ કાલે સાંજે આડેધડ છરીના ઘા મારી યુવકને રહેંસી નાંખ્યો હતો. કિશોરનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે એક કિશોર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઓઢવના સ્થાનિકો અને પોલીસ ઉપર હુમલો થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્રણ લોકોને માર મારવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રાસ્ત થયા છે. હાલમાં ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનારના જણાવ્યા અનુસાર હુમલો કરનાર બુટલેગર હતા. ત્રણ દિવસ પહેલા સંજીવ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. હુમલો કરવા આવેલા શખ્સોના વાહનમાંથી દારૂની પેટી ઝડપાઇ છે. સમગ્ર મામલો ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.