Rajkot Crime:રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાની ફરિયાદ નોંધાઇ છે.


રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાની ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પીડિતા ધવલ ગોહિલ નામની વ્યક્તિના ઘરે ઘરકામ કરતી હતી અને આ દરમિયાન ધવલ ગોહિલે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે,.કિશોરીને કામ કરાવવાના બહાને રૂમ લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આજીડેમ પોલીસ દ્વારા આઇપીસીની કલમ 376 (3), 506(2) તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. દુષ્કર્મ ગુજાર્યા બાદ કોઇને વાતચીત ન કરતા અને સંબંઘ જાળવી રાખવા પણ દબાઇ કર્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


Panchmahal: ગોધરામાં ડમ્પરે બાઈક ચાલકને ટક્કર મારી ઉતાર્યો મોતને ઘાટ


પંચમહાલ: ગોધરાનાં સાપા રોડ વિસ્તરમાં આવેલ સંગમ સોસાયટી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ડમ્પર ચાલકે એક્ટિવા બાઈક સવારને અડફેટે લીધો હતો. આ અક્સ્માતમાં બાઇક સવાર ઈસમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, અક્સ્માત સર્જી ડપ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી અને  પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


ગુજરાત સરકારે જાહેર કરેલી સહાય ખેડૂતોની મજાક સમાન


કમોસમી વરસાદથી નુકશાન બદલ સહાય પેકેજ પર ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબાલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ સહાય અધૂરી અપૂરતી અને ખેડૂતોની મજાક સમાન સહાય છે. ખેડૂતોને સરકારના ઉપકારના પેકેજ રૂપી પોટલાંઓની સહાય નથી જોઈતી. નિયમોનુસાર સહાય આપવામાં આવે.પેકેજના નામે મુળ રકમથી લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ સરકાર કરી રહી છે.


ખેડૂતોના કાયદા મુજબ 1,27,200 રૂપિયા હક્કના મળવાપાત્ર છે. 1,27,200 રૂપિયા સામે ખેડૂતોને માત્ર 23 હજાર જ સરકારે આપવાની જાહેરાત કરી છે. જ્યાં SDRF મુજબ મળવાપાત્ર હોય ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ પણ મળવાપાત્ર છે. સરકાર પાસે ગામ, સર્વે નંબર, ખેડૂતનું નામ બધી જ માહિતી છે. જો બધી માહિતી હોય તો અરજીઓ શા માટે કરાવવામાં આવે છે ? તાલુકા મથકે નોંધાયેલા વરસાદના આધારે સર્વે કરવામાં આવ્યો હતો. તાલુકાના ગામોમાં વરસાદ હોય પણ તાલુકા મથકે ન પણ હોય. કેટલાયે ગામોમાં સર્વે કરવામાં જ નથી આવ્યો તેવા ગામોના ખેડૂતોને સહાય કેમ મળશે ? આ ઉપરાંત ઉનાળુ પાકમાં સર્વે - સહાયની જાહેરાત ક્યારે થશે ? આમ પાલ આંભલિયાએ સરકાર પર પ્રહારો કર્યા હતા.