Crime News:મોરબી નજીકના પીપળી ગામ પાસે લાખોની લૂંટ ચલાવીને ત્રણ શખ્સો ફરાર થયા છે. આ ત્રણેય આરોપી કારમાં આવ્યાં હતા. જાણીએ શું છે સમગ્ર ઘટના.
મોરબી નજીકના પીપળી ગામ પાસે કેલે ફેક્ષણ ટેકનો પ્રાઇવેટ લિમિટેડ ના કર્મચારીને પહેલા કારથી અડફેટે લેવામાં આવ્યો ત્યારબાદ તે જ કારમાંથી સવાર ત્રણ લોકોએ લૂંટ ચલાવીને અને 29 લાખ રોકડ લઇને ફરાર થઇ ગયા. મોરબી તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ઘરી છે.
Ahmedabad: અમદાવાદના આ વિસ્તારના લોકોને ઘોંઘાટમાંથી મળશે મુક્તિ, જાણો તંત્રએ શું લીધો નિર્ણય
અમદાવાદ: સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર રહેઠાણ અને કોમર્શિયલ એકમોને ઘોંઘાટથી મુક્તિ મળશે. હવે અમદાવાદમાં બ્રિજ ઉપર નોઈસ બેરિયર લગાવવામાં આવશે. અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર નેશનલ હાઈવે દ્વારા ખોરજ હાઇવેથી સરખેજ સુધી બનાવવામાં આવેલા ફ્લાઈટ ઉપરના પગલે આસપાસના કમર્શિયલ અને રેસીડેન્સીયલ એકમોને વાહનોના ઘોંઘાટનો સામનો કરવો પડતો જેના કારણે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદમાં પ્રથમ વખત પ્રયોગ કર્યો છે.
આ પ્રયોગ અનુસાર સ્લાઈડ બ્રિજ ઉપર હાલમાં નોઈસ બેરિયર લગાવવામાં આવી રહ્યા છે જેના કારણે વાહનોના ઘોંઘાટની અસરમાં સરેરાશ 50 થી 55 ટકા જેટલો ઘટાડો અનુભવી શકાશે. નોઈસ બેરિયર લગાવનાર કંપનીનું માનવું છે કે માનવ શરીર માટે 130 ડેસીબલથી વધારેનો અવાજ મોતને આમંત્રણ આપવા સમાન છે ત્યારે હાઇવે ઉપરના વાહનોના કારણે અંદાજે 55 થી 60 ડેસીબલ જેટલો અવાજ ઉત્પન્ન થાય છે જે નોઈસ બેરિયરના કારણે માત્ર 25 થી 30 ડેસીબલ જેટલો રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાણો કોને ફ્રીમાં એન્ટ્રી આપવા કરવામાં આવી રજૂઆત
કેવડિયા ખાતે બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. તો હવે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિદ્યાર્થી પ્રવાસ માટે નિશુલ્ક એન્ટ્રી આપવા રજૂઆત કરી છે. સરદાર પટેલના નિર્વાણ દિવસના 15 દિવસ ગુજરાતના વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવા રજૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવેશ માટે 280 રૂપિયા ફી રાખવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ માટે કોઈ કન્સેસન આપવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓના પ્રવાસના આયોજનને લઈ ખાસ ડિસ્કાઉન્ટ આપવા પ્રવાસનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
મહીસાગરના બાલાસિનોરમાં એક હોટલમાં 45 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન
મહીસાગર જિલ્લામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી છે. મહીસાગરના બાલાસિનોરમાં આવેલ એક હોટલમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું. મહીસાગર, પંચમહાલ અને ખેડા ત્રણ જિલ્લાના કુલ 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ધર્મ પરિવર્તન કરનારાના લોકોનો દાવો છે કે ધર્મ પરિવર્તન માટે એક મહિના અગાઉ જિલ્લા કલેકટર પાસે પરમિશન માંગવામાં આવી હતી. કોઈપણ પ્રકારના લોભ લાલચમાં ના આવી અને સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું લોકોનું કહેવું છે.